________________
૧૬૪
પરમત સમીક્ષા
શાન્તિદાસ કલિયુગમાં કલંકી સમાન થયો એમ અહીં કહી ‘તપ’ગચ્છમાં નયવિમલે નવી રીત દાખલ કરી અને જ્ઞાનવિમલસૂરિ નામ ધારણ કર્યું અને તેર બોલની પ્રરૂપણા કરી એ વાત દર્શાવાઈ છે.
છઠ્ઠી ઢાલમાં મત હોય ત્યાં ધર્મ નથી એ વાત સૂચવી જિનેશ્વરની આજ્ઞાના પાલનનું મહત્ત્વ દર્શાવાયું છે. ત્યાર બાદ મહાવીરસ્વામીની કૃપાથી કુમત ત્યજાતાં અને નયવિજયનો પ્રસાદ થતાં આજે મારે દિવાળી થઈ' એમ કર્તાએ કહ્યું છે.
“કલશ''માં મહાવીરસ્વામીને વિનતિરૂપ આ કૃતિ યુગ-ભવનસંયમ’’ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૭૩૨ કે ૧૭૩૪માં રચાયાનો ઉલ્લેખ છે.
અઝપ્પમયપાિ(અધ્યાત્મમતપરીક્ષા) – આ જ. મ. માં ૧૮૪ ગાથામાં રચાયેલી કૃતિ છે. એના મુખ્ય વિષયો તે ધર્મોપક૨ણ રાખવાથી પરિગ્રહ થાય એનું, તેમજ કેવલિ-ભુક્તિ અને સ્ત્રી-મુક્તિનો ઇન્કાર કરનારા દિગંબરોના મતનું તેમજ નામધારી આધ્યાત્મિકોનું ખંડન છે. પ્રસંગવશાત્ નિમ્નલિખિત મુદ્દાઓ દાખલાપૂર્વક રજૂ કરાયા છે :
અધ્યાત્મના નામાદિ ચાર નિક્ષેપ, ધ્યાન, ઉત્સર્ગ અને અપવાદની સમજણ, રાગ અને દ્વેષને અંગે ચાર નિક્ષેપ, ક્રોધાદિકની નયો પ્રમાણે વિચારણા તેમજ જિનકલ્ય અને સ્થવિરકલ્પનું નિરૂપણ તથા નિશ્ચય-નય અને વ્યવહા૨-નયની સમજણ (ગા. ૬૧, ૬૮ ઇત્યાદિ.)
વિદૂષક
પંદરમા પદ્યમાં ‘વિદૂરગ’નો ઉલ્લેખ છે.
વૃત્તિ – પ્રસ્તુત કૃતિ ઉપર કર્તાએ જાતે સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. પ્રારંભમાં
-
૧. પટ્ટાવલી સમુચ્ચય(ભા. ૨, પૃ. ૨૧૬)માં કહ્યું છે કે જ્ઞાનવિમલસૂરિએ વિ. સં. ૧૭૪૯માં ‘સંડેર' ગામમાં મહોપાધ્યાય યશોવિજ્યગણની આજ્ઞા પ્રમાણે ક્રિયોદ્ધાર કરી સંવેગી' માર્ગ સ્વીકાર્યો હતો. આથી એમ ભાસે છે કે એ સૂરિએ વિ. સં. ૧૭૩૪માં કે તે પહેલાં કોઈ નવો પંથ કાઢ્યો હશે એટલે ઉપાધ્યાયજીએ એમની ઝાટકણી કાઢી છે.
૨. આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત અ. ૨. (ભા. ૨, પૃ. ૨૭૩-૩૪૪)માં ઈ. સ. ૧૮૭૬માં છપાવાઈ છે. વળી આ કૃતિ સંસ્કૃત છાયા અને સ્વોપન્ન સંસ્કૃત વૃત્તિ સહિત દે. લા. જૈ. પુ.” તરફથી ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત કરાઈ છે. એમાં વૃત્તિગત વિશેષ નામોની કે અવતરણોની સૂચી અંતમાં અપાઈ નથી, પરંતુ મૂળ કૃતિ અંતમાં અપાઈ છે. વિશેષમાં ‘‘અધ્યાત્મમત પરીક્ષા” એ નામથી મૂળ કૃતિ કોઈકના ગુજરાતી ભાષાંતર સહિત જૈ. આ. સ.” તરફથી વીર સંવત્ ૨૪૪૪માં પ્રસિદ્ધ કરાઈ છે, પણ મૂળ કૃતિમાં અનેક અશુદ્ધિઓ છે. વિશેષમાં મુખપૃષ્ઠ ઉપર પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org