________________
યશોદોહનઃ ખંડ-૨
૧૬૫ એક પદ્ય છે અને અંતમાં પ્રશસ્તિ રૂપે સોળ પદ્યો છે. પ્રશસ્તિમાંના બીજા પદ્યમાં ભસ્મક રોગનો અને ચોથા પદ્યમાં મોગલ સમ્રાટ અકબ્બરનો ઉલ્લેખ છે પ્રશસ્તિમાં હીરવિજયસૂરિજીથી માંડીને ગુરુપરંપરા કર્તાએ વર્ણવી છે.
અવતરણો – વૃત્તિમાં અવતરણો અપાયાં છે. તેમ કરતી વેળા કોઈ કોઈ વાર ગ્રંથનો ઉલ્લેખ પણ કરાયો છે. દા.ત. સૂત્રકૃતાંગવૃત્તિના ઉલ્લેખપૂર્વક એક અવતરણ ૪૮ અ પત્રમાં અપાયું છે. એવી રીતે આ જ પત્રમાં ગુણસ્થાનક્રમારોહ માટે પણ જોવાય છે. ૩૯ અ પત્રમાં પ્રભાચન્દ્રનો ઉલ્લેખ છે અને એમની એક કૃતિમાંથી અવતરણ અપાયું છે. પત્ર ૫ આ – ૬ અ માં પ્રવચનસાર પવયણસાર)ના નિર્દેશપૂર્વક એમાંથી છ ગાથા ઉદ્ધત કરાઈ છે. એવી રીતે ૩૭ અ પત્રમાં સમયસાર માટે છે. આત્માના બહિરાત્મા વગેરે ત્રણ પ્રકારો ૬૬ આ પત્રમાં દર્શાવતી વેળા, યોગશાસ્ત્રના ઉલ્લેખપૂર્વક એમાંથી બે પદ્ય અપાયાં છે.
ન્યાય – ૩૩ પત્રમાં નિમ્નલિખિત ન્યાય રજૂ કરાયો છે :
“दासेण मे खरो कीओ दासो वि मे खरो वि"
બાલાવબોધ – ન્યાયાચાર્યું જે બે ગુજરાતી કાગળ લખ્યા છે તેમાં પહેલામાં નીચે મુજબ ઉલ્લેખ છે :
હવે તે યુગતિ જાણ્યારી ઈચ્છા છઈ સા ગદાધર મહારાજ હસ્તે અધ્યાત્મમત પરીક્ષારો બાલાવબોધ લિખાવી આપસ્યાં તેથી સર્વ પ્રીક્યો”
આ ગુજરાતી બાલવબોધનો પ્રારંભ...
ભાષાંતર – અઝપ્પમ પરિફખાનું ગુજરાતીમાં ભાષાન્તર કોઈએ કર્યું છે. એ અક્ષરશઃ નથી પરંતુ ભાવવાહી છે.
‘દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ યાને ચૌરાસી બોલ વિચાર – કર્તાએ આ કૃતિનું નામ આ કૃતિમાં દર્શાવ્યું નથી. એથી મેં પહેલું નામ યોજ્યું છે. બીજું નામ કર્તાના એક કાગળમાં છે. આ હિન્દી કૃતિમાં ગૂ. સા. સં. પ્રમાણે ૧૬ ૧ પદ્યો છે,
૧. આ પ્રકાશિત છે. ૨. આ કૃતિ છંદોનાં નામ સાથે પ્ર. ૨. (ભા. ૧, પૃ. ૭૬ ૬-૭૭૫)માં ઈ. સ. ૧૮૭૬માં અને
આ કૃતિ છંદોનાં નામ, વિષયોનાં શીર્ષક અને થોડાંક ટિપ્પણ સહિત ગૂ. સા. સં. વિ.
૧, પૃ. ૫૭૨-૫૯૭માં પ્રકાશિત કરાઈ છે. ૩. આ કૃતિનો પરિચય મેં “દિકપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ (૮૪ બોલ વિચાર): રેખાદર્શન”
નામના લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૧)માં છપાયો છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org