________________
યશોદોહનઃ ખંડ-૨
૧૬૧ આલોકહેતુવાદ, મંગલવાદ અને વિધિવાદ - આ ત્રણે કૃતિઓ યશોવિજયજી ગણિએ રચ્યાનું અને અનુપલબ્ધ હોવાનું મનાય છે, પણ એ યશોવિજયજી ગણિની જ કૃતિઓ છે એમ માનવા માટે એમની કોઈ કૃતિમાં એનો ઉલ્લેખ હોય તો એ સબળ પુરાવો ગણી હું એ વાત સ્વીકારું. આવો પુરાવો મંગલવાદ માટે તો ભાસારહસ્સના આદ્ય પદ્યના સ્વોપજ્ઞ વિવરણ (પત્ર ૨ અ)માં એનો ઉલ્લેખ હોવાથી મળે છે એટલે એ તો યશોવિજયગણિની કૃતિ છે જ.
મંગલવાદમાં મંગલનાં સ્વરૂપ, એની આવશ્યકતા ઈત્યાદિનો વિચાર કરાયો હશે. આ સંબંધી વિશિષ્ટ અને વિસ્તૃત માહિતી હિસા. (ગા. ૧૨-૭૮)માં અપાયેલી છે. એનો ઉપયોગ આ મંગલવાદની રચનામાં કરાયો હશે.
પં. સુખલાલની કલ્પના – મંગલવાદ અને વિધિવાદ એ નામ માટે પં. સુખલાલે નીચે મુજબ કથન કર્યું છે :
“મંગલવાદ અને વિધિવાદ એ નામના હાલ અનુપલબ્ધ ગ્રંથોના નામમાં વાદ શબ્દ વાપરવાની ફુરણા તેમના સમકાલીન નવ્ય ન્યાયના વિદ્વાન ગદાધરે રચેલ વ્યુત્પત્તિવાદ, શક્તિવાદ આદિ ન્યાય ગ્રંથ પરથી થઈ લાગે છે."
૧. આ ત્રણે કૃતિઓ સ્વતંત્ર ગ્રંથ રૂપ છે કે એક યા બીજા ગ્રંથના અંશરૂપ છે તે જાણવું
બાકી રહે છે. ૨. આલોકહેતતાવાદની કૃતિ જોવામાં આવી નથી. માત્ર તે કૃતિનું એક શ્લોકનું મંગલાચરણ
તેઓશ્રીના હસ્તે લખાયેલું મળ્યું છે. – સંપાદક.
૩. જુઓ જે. સા. સં. ઈ. પૃ. ૬૩૬). Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org