________________
યશોદોહન : ખંડ–૨
અસ્મત્કૃત કે મદ્ભુત જેટલો અધિક અંશ હોય તો તો પ્રશ્ન જ રહેતો નથી.
(૨) ઉપાધ્યાયજીએ અન્ય કોઈ ગ્રન્થમાં લતાના નામથી પોતાની એ કૃતિનો ઉલ્લેખ કર્યો જણાતો નથી.
‘લતા' એ ઉપાધ્યાયજીની જ કૃતિ હોય તો એ વૈરાગ્યકલ્પલતા અને સ્યાદ્વાદકલ્પલતા પૈકી એક છે કે કેમ એ પણ એક સવાલ છે. ઉપર્યુક્ત વ્યાખ્યામાં દાર્શનિક ચર્ચાના પ્રસંગે લતાનો ઉલ્લેખ છે એ જોતાં સ્યાદ્વાદકલ્પલતા અભિપ્રેત હોય તો ના નહિ.
૧૪૯
લતાદ્રય – આ નામથી ઉપાધ્યાયજીની કૃતિનો નિર્દેશ કેટલાંક વર્ષોથી કરાતો આવ્યો છે, પણ આ નામથી કોઈ કૃતિ મળી આવી નથી. વૈરાગ્યકલ્પલતા અને સ્યાદ્વાદકલ્પલતાના એ બંનેના અંતમાં ‘લતા’ શબ્દ છે તો “લતાય'થી એ બે સુચવાતી હશે એમ ભાસે છે.
રસ્યાદ્વાદમંજરીની ટીકા અને સ્યાદ્વાદમંજૂષા -- *કલિ.' હેમચન્દ્રસૂરિજીએ અન્યયોગવ્યવચ્છેદ્વાત્રિંશિકા નામની કૃતિ ૩૨ પદ્યમાં સંસ્કૃતમાં રચી અજૈન દર્શનોની સમાલોચના કરી છે. એના ઉપર મલ્લિષેણજીએ શક સંવત્ ૧૨૧૪માં ૪સ્યાદ્વાદમંજરી નામની મનનીય ટીકા સંસ્કૃતમાં રચી છે.
સ્યાદ્વાદમંજૂષા એ સ્યાદ્વાદમંજરી ઉપરની યશોવિજયજીગણિએ રચેલી ટીકાનું નામ હોવાનું મનાય છે. આ કૃતિ હજી સુધી તો મળી આવી નથી.
ન્યાયાલોક આ સંસ્કૃત ગ્રન્થના પ્રારંભમાં એક પદ્ય છે, એમાં કર્તાએ પોતાને માટે ધીમાન્” પ્રયોગ કર્યો છે. સાથે સાથે એમણે ન્યાયવિશારદ નામની પોતાની પદવીનો પણ ઉલ્લેખ કર્યો છે. અંતમાં છ પદ્યોની પ્રશસ્તિ છે. એ પૈકી
-
Jain Education International
૧. ‘લતાદ્વય’થી સ્યાદ્વાદકલ્પલતા અને વૈરાગ્યકલ્પલતા જ અભિપ્રેત છે, જે સ્થળે જે અભીષ્ટ હોય તે લેવું. – સંપાદક
૨. આ ટીકા મૂળ સહિત મોતીલાલ લાધાજીએ (હાલ મુનિશ્રી કેવલવિજ્યજીએ) વીર સંવત્ ૨૪૫૨માં છપાવી હતી. ત્યાર બાદ આ ટીકા મૂળ સહિત “બોમ્બે સંસ્કૃત સિરીઝમાં ઈ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી સ્યાદ્વાદમંજરીની હિન્દી અનુવાદ સહિતની બીજી આવૃત્તિ “રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા'માં ઈ. સ. ૧૯૩૫માં પ્રકાશિત કરાઈ છે. સમૂળ સ્યાદ્વાદમંજરીનું ગુજરાતી ભાષાંતર હીરાલાલ હંસરાજે ઈ. સ. ૧૯૦૩માં બહાર પાડ્યું હતું. ભાષાંતરકાર એઓ પોતે છે.
૩-૪. આ બંનેને અંગે કેટલીક વિગતો મેં દ્વાત્રિંશિકાદ્ધયીની મારી પ્રસ્તાવનામાં આપી છે. ૫. આ ગ્રન્થ તીર્થોદ્વારક શ્રી વિજયનેમિસૂરિજીએ રચેલી તત્ત્વપ્રભા નામની સંસ્કૃત વિવૃતિ સહિત “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૪માં છપાવાયો છે. એમાં મૂળ તેમજ
For Private & Personal Use Only
www.jainelibrary.org