________________
૧૫૦
પરમત સમીક્ષા
દ્વિતીય પદ્યમાં આ ગ્રન્થ વિજયસિંહસૂરિજીના રાજ્યમાં રચાયાનું કહ્યું છે. અંતિમ પદ્યમાં કતએ નમ્રતાદ્યોતક એ વાત કહી છે કે અમારા જેવા પ્રમાદગ્રસ્ત અને ચરણકરણથી હીન જનોને માટે પ્રવચનનો રાગ એ ભવસાગર તરી જવાનો શુભ ઉપાય છે. આવી નમ્રતાથી વિભૂષિત વ્યક્તિ પોતાને “વીમાન” કહે ?
ઉપર્યુક્ત સાત પદ્યોને બાદ કરતાં બાકીનો ભાગ ગદ્યમાં રચાયેલો છે. સમગ્ર ગ્રન્થ ત્રણ પ્રકાશમાં વિભક્ત છે. પ્રથમ પ્રકાશમાં મોક્ષના સ્વરૂપ સંબંધી તૈયાયિક, પ્રાભાકર, ત્રિદંડી, બૌદ્ધ, સાંખ્ય, ચાર્વાક, તૌતાતિક અને વેદાન્તના મતોનું નિરસન કરાયું છે. તેમ કરતી વેળા ચિન્તામણિકાર (પત્ર ૧૪ આ) અને ઉદયન (પત્ર ર૩ આ)ના મતની આલોચના કરાઈ છે.
આ પ્રકાશનો બીજો મુદ્દો તે આત્મવિભૂત્વવાદનું એટલે કે નૈયાયિકો આત્માને સર્વવ્યાપક માને છે એ મતનું ખંડન છે. પ્રસંગવશાત્ શબ્દ પૌલિક છે એ જૈન માન્યતાનું પ્રતિપાદન કરાયું છે અને કદંબ-ગોલક ન્યાયથી તેમજ “વીચી-તરંગઃ ન્યાયથી શબ્દની ઉત્પત્તિ દ્વારા, નહિ કે ગમન દ્વારા કર્ણપ્રાપ્તિ છે એ ન્યાયમત દર્શાવી તેનું નિરસન કરાયું છે.
આકાશનો ગુણ શબ્દ છે એમ ઉચ્છંખલ તૈયાયિકોનો મત દર્શાવી એનું પણ ખંડન કરાયું છે.
ત્રીજા મુદ્દા તરીકે ચાર્વાકના મતનું ખંડન છે. ભૂતોમાંથી ચૈતન્ય ઉદ્દભવે છે એ વાતનું નિરસન કરાયું છે.
ચોથો મુદ્દો તે “જ્ઞાનનું સમાયિકારણ શરીર જ છે એમ માનનારા ઉચ્છંખલ નૈયાયિકોના આ મતની સમાલોચના છે. પ્રસંગોપાત્ત અનુમિતિ વિષે વિચાર કરતી વેળા ઉદયનનો મત (પત્ર ૭૬ અ) દર્શાવાયો છે.
પાંચમા મુદ્દા તરીકે પપ્રકાશનું ખંડન છે. પત્ર ૮૩ “આમાં પક્ષધરમિશ્રનો મત દર્શાવી તેનું નિરસન કરાયું છે.
છઠ્ઠો મુદ્દો તે સ્વપ્રકાશવાદીનું પ્રતિવિધાન છે. અહીં સમાઇપયરણના ટીકાકારના મતની ગ્રાહ્યતાને અને ચિન્તામણિકારના મત પત્ર ૯૩ અ)ની આલોચનાને સ્થાન અપાયું છે.
વિવૃતિના વિષયોની વિસ્તૃત અનુક્રમણિકા ભેગી અપાઈ છે ખરી, પરંતુ એ બે જુદી જાણી શકાય તે માટે મૂળ સંબંધી અને વિવૃતિ સંબંધી વિષયોની આગળ સંકેતચિહ્નો તરીકે મૂ. અને 2.નો ઉલ્લેખ કરાયો છે. આની સંસ્કૃત પ્રસ્તાવના (પત્ર ૨ અ – ૨ આ) ઉપરથી જાણી શકાય છે કે મનસુખભાઈ ભગુભાઈએ કેવળ મૂળ ગ્રન્થ આ અગાઉ વિ. સં. (જીમાં)
છપાવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org