________________
યશોદોહનઃ ખંડ-૨
૧૫૧ દ્વિતીય પ્રકાશમાં યોગાચારના મતનો શરૂઆતમાં વિચાર કરાયો છે અને સમવાયનું ખંડન કરાયું છે. આગળ જતાં નેત્રને પ્રાપ્યકારી માનનારના મતનું તેમજ અભાવવાદનું નિરસન કરાયું છે.
તૃતીય પ્રકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ અને પુગલનાં લક્ષણો અને સ્વરૂપ દર્શાવાયાં છે. આમ છ દ્રવ્યના નિરૂપણ બાદ પયયનું વિવેચન હાથ ધરાયું છે. અંતમાં પ્રશસ્તિ છે.
તપ્રભા – આ વિવૃતિ શ્રી વિજયનેમિસૂરિજીએ વિ. સં. ૧૯૭૨માં રચી છે. એમાં ચૌદ ગુણસ્થાનકો અને સમુદ્દઘાત વિષે વિસ્તારથી વિચાર કરાયો છે.
ન્યાયબિન્દુ – આનો ઉલ્લેખ યશોવિજયગણિએ પ્રામાયની ચર્ચા કરતાં અષ્ટસહસીવિવરણ (પત્ર ૭૨ આ)માં કર્યો છે તોપણ આ કૃતિ અનુપલબ્ધ હોવાથી એના વિષય વિષે ચોક્કસ માહિતી હું આપી શકું તેમ નથી. આમાં કાં તો ન્યાયાલોકની જેમ પરમતસમીક્ષા હશે અથવા શુદ્ધ ન્યાયનાં અંગરૂપ પ્રમાણાદિનું નિરૂપણ હશે.
A His. of Ind. Logic પૃ. ૨૧૯)માં નિમ્નલિખિત ગ્રંથકારો અને ગ્રંથો વિષે ન્યાયાલોકમાં ઉલ્લેખ છે એમ કહ્યું છે :
આચાર્ય, ધર્મકીર્તિ, મણિકૃત, ચિત્તામણિકૃત, મિશ્ર, વર્ધમાન અને પક્ષધરમિશ્ર.
સ્યાદ્વાદરહસ્ય, જ્ઞાનાર્ણવ, સ્યાદ્વાદરત્નાકર અને સમ્મતિ-ટીકા.
વરસ્તોત્ર કિંવા ન્યાયખંડખાદ્ય – આ ૧૧૦ પદ્યની સંસ્કૃત કૃતિનું નામ કર્તાએ આ કૃતિમાં તો દર્શાવ્યું નથી. એથી મેં એના આદ્ય અને ૧૦૬મા પદ્યને લક્ષ્યમાં રાખી વર-સ્તોત્ર નામ યોજયું છે. આને કેટલાક મહાવીર સ્તવ કહે છે એટલું જ નહિ પણ એના નામાંતર તરીકે ન્યાયખંડખાદ્યનો તેમજ ન્યાયખંડન૧. આ પ્રકાશિત છે. ૨. આ કૃતિ “ન્યાયખંડખાધાપરનામ – મહાવીર સ્તવ પ્રકરણમ્"ના નામથી મનસુખભાઈ ભગુભાઈએ સ્વોપજ્ઞ વિવરણસહિત છપાવી છે, પરંતુ એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. ત્યાર બાદ આ જ નામથી આ મૂળ કૃતિ શ્રી વિજયનેમિસૂરિજી કૃત ન્યાયપ્રભા નામની વિવૃતિ સહિત માણેકલાલ મનસુખભાઈએ ઈ સ. ૧૯૨૮માં પ્રકાશિત કરી છે અને આ જ નામથી આ કૃતિ શ્રી વિજયદર્શનસૂરિજી કૃત કલ્પતિકા સહિત બે ખંડમાં શ્રી તારાચંદ મોતીજી તરફથી એક જ વર્ષમાં – વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ કરાઈ છે. આ બંને પ્રકાશનમાં સંસ્કૃતમાં વિષયાનુક્રમણિકા છે. ૩. આ નામ શ્રી વિજયપધસૂરિજીના ન્યા. ય. મૃ.માં છપાયેલા લેખ મૃ. ૧૯૯૦માં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org