________________
૧૫૪
પરમત સમીક્ષા
૯ ૧૭ અ – ૨૧ અ મનસુ. ૧૦ ૨૧ અ – ૨૬ અ પૃથિવી
૨૬ અ – ૨૮ આ ૧૨ ૨૮ આ – ૩૨ અ તેજસ્ ૧૩ ૩૨ અ – ૩૫ અ વાયુ
૧૪ ૩૫ અ – ૪૨ અ શરીર આ પૈકી છેલ્લું પ્રકરણ અપૂર્ણ છે. પત્ર ૪૨ અ ગત અંતિમ લખાણ નીચે પ્રમાણે છે :
"पाणिकर्मणैवोक्तप्रत्ययाद्यपपत्त्याऽतिरिक्तशरीरकर्मकल्पनाया एव बाधकत्वात कम्पाभावस्त्वन्यत्र क्लृप्त एव शरीरेऽकल्प्यत इति न गौरवम् । न चैवं कर्मणोऽणुमात्रं गतत्वं त्रुटिमात्रगतत्वं वा स्यात् । तत् कर्मणैवान्यत्र प्रत्ययोपपत्ते''
પીવપર્ય – પત્ર ૧૭ અ માં નરહસ્ય જોવાની ભલામણ કરાઈ છે. એ હિસાબે પ્રમેયમાલા એ નવરહસ્ય પછી રચાયાનું ફલિત થાય છે.
ઉલ્લેખ – પત્ર ૩૫ આ માં લીલાવતીકાર અને દેવર્ષિનો ઉલ્લેખ છે. આ કૃતિમાં શરીરનું વૈવિધ્ય વર્ણવાયું છે.
"વાદમાલા – આ નામની ત્રણ કૃતિ છે. એમાંની એક કૃતિની યશોવિજયગણિએ સ્વહસ્તે લખેલી હાથપોથી મળે છે અને એ મુદ્રિત છે. એમાં નિમ્નલિખિત સાત વાદોનું નિરૂપણ છે:
(૧) ચિત્રરૂપ-વાદ, (૨) લિંગોપહિત લૈંગિકભાન-વાદ, (૩) દ્રવ્યના શહેતાવિચાર-વાદ, (૪) સુવર્ણતૈજસત્વાતૈજસત્વ-વાદ, (૫) અન્ધકારભાવ-વાદ, (૬) વાયુસ્પાર્શન પ્રત્યક્ષ-વાદ અને (૭) શબ્દનિત્યતાનિયત્વ વાદ.
આ પ્રમાણેના વિવિધ વાદોને આ કૃતિમાં સ્થાન અપાયું હોવાથી એનું વાદમાલા' નામ સાર્થક ઠરે છે. કર્તાએ આ કૃતિ સાત જ વાદોથી પૂરી કરી હશે કે વિશેષ વાદો રચવાની એમની ઇચ્છા હશે તેનો નિર્ણય કરવા માટે કોઈ સાધન
૧. આ કૃતિ ઉત્પાદિસિદ્ધિવિવરણ ઈત્યાદિ સહિત “જૈન ગ્રંથ-પ્રકાશક સભા તરફથી વિ.
સં. ૨૦૦૮માં પ્રકાશિત કરાઈ છે. એ માટે કર્તાએ જાતે લખેલી હાથપોથીનો ઉપયોગ
કરાયો છે. ૨. જુઓ ન્યા. ય. સ્મૃ. ૫. ૧૯૩). ૩. આ પ્રમાણે પ્રશ્ન ઉઠાવવાનું કારણ એ છે કે વાદમાલાના અંતમાં ગ્રંથની સમાપ્તિ સૂચવનારું
કોઈ વાક્ય નથી. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org