________________
૧૪૮
પરમત સમીક્ષા
"સ્યાદ્વાદવાટિકા – શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ઉપર્યુક્ત બંને ટીકાનો ઉપયોગ કરી આ સ્યાદ્વાદવાટિકા નામની સંસ્કૃત ટીકા શ્રી વિજયલાવણ્યસૂરિજીએ રચી છે. એ કટકે કટકે છપાય છે.
કલ્પલતાવતારિકા - સ્વોપજ્ઞ વૃત્તિ સહિત મૂળ અને એને અંગેની સ્યાદ્વાદકલ્પલતાનો સુગમ બોધ કરાવવાના ઉદ્દેશથી આ ટીકા શ્રી વિજયામૃતસૂરિજીએ રચી છે. એઓ શ્રી વિજયનેમિસૂરિજીના એક મુખ્ય શિષ્ય થાય છે. પ્રસ્તુત કૃતિમાં ન્યાયાચાર્યે દર્શાવેલા ૧૧ સ્તબક વિભાગોને સ્થાન અપાયું છે. સ્યાદ્વાદકલ્પલતાગત સૂક્તોની સાથે સાથે શાસ્ત્રવાર્તાસમુચ્ચયનાં ઉપયુક્ત પદ્યો આપી પ્રાસંગિક દાર્શનિક વિચારો અહીં રજૂ કરાયા છે એટલે એ મૂળ અને સ્યાદ્વાદકલ્પલતાના પ્રવેશદ્વારની ગરજ સારે તેમ છે, કેમકે એમાં અપાયેલાં પદ્યોનો અન્વય અપાયો છે અને એનું વિવરણ પણ કરાયું છે.
લતા – પાતંજલ યોગદર્શનના ત્રીજા પાદના અંતિમ (2) સૂત્ર ઉપરની યશોવિજયગણિકૃત સંક્ષિપ્ત વ્યાખ્યા પૃ. ૪૫)માં લતા વિષે નીચે મુજબ ઉલ્લેખ છે:
“एतज्जैनेश्वरप्रवचनामृतमापीय 'उपचरितभोगाभावो मोक्षः' इत्यादिमिथ्यादृग्वचनवासनाविषमनादिकालनिपीतमुद्वमन्तु सहृदयाः ! । अधिकं लतादौ ।'
કહેવાની મતલબ એ છે કે ઉપચરિત ભોગનો અભાવ તે મોક્ષ છે એ વાત યુક્તિયુક્ત નથી વાસ્તુ એને જતી કરવી જોઈએ. આ વિષયની વિશેષ માહિતી લતા વગેરેમાં અપાઈ છે. આ લતા તે યશોવિજયગણિની પોતાની કૃતિ હોવાનું પં. સુખલાલ યોગદર્શન તથા યોગવિશિકા (પૃ. ૧૪૩)માં કહ્યું છે, પણ એ બાબત મને શંકા રહે છે. એનાં કારણ નીચે મુજબ છે :
(૧) જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી યશોવિજયગણિ પોતાની કોઈ કૃતિ જોવાની ભલામણ કરે છે ત્યારે અસ્મલ્કત, મસ્કૃત કે એવી મતલબના ઉલ્લેખપૂર્વક તેમ કરે છે. પ્રસ્તુતમાં તેમ નથી. આ સંક્ષિપ્ત વ્યાખ્યાની અન્ય કોઈ હાથપોથીમાં
૧. પ્રથમ સ્તબક શ્લો. (૧-૧૧૨) પૂરતી આ ટીકા પ્રથમ સ્તબક, એનાં પદ્યની અકારાદિ
ક્રમે સૂચી, થકાના સંસ્કૃત વિષયાનુક્રમ તેમજ પ્રથમ સ્તબકના ૫. સુશીલવિજયજી ગણિએ ગુજરાતીમાં કરેલા સંક્ષિપ્ત ભાવાર્થ સહિત “વિજય લાવણ્યસૂરીશ્વરજ્ઞાનમંદિર" તરફથી
બોટાદથી વિ. સં. ૨૦૧૦માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ થકા મૂળ તેમજ સ્યાદ્વાદકલ્પલતાના કેટલાક અંશો સહિત “જન સાહિત્યવર્ધક સભા”
તરફથી શિવપુરથી વિ. સં. ૨૦૧૪માં પ્રકાશિત કરાઈ છે. ૩. “લતા' સ્વતંત્ર નામ નથી. લતાની બે કતિઓનો સંકેતસૂચક પ્રયોગ છે. - સંપા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org