________________
૧૪૬
પરમત સમીક્ષા રચી છે. એ દ્વારા એમણે લૌકાયતિક તેમજ વેદવિહિત હિંસા તે હિંસા નથી એમ માનનારાના મતની સમાલોચના કરી છે. વળી એમણે કાર્યસિદ્ધિને અંગે પાંચ કારણો દર્શાવ્યાં છે. આ ઉપરાંત એમણે સાંખ્ય, બૌદ્ધ અને બ્રહ્માદ્વૈતવાદીની કેટલીક માન્યતાનું તેમજ સર્વજ્ઞતાને અંગેની મીમાંસકોની માન્યતાનું ખંડન કર્યું છે. વિશેષમાં એમણે 'સત્ત્વ તેમજ મુક્તિ સંબંધી જૈન મંતવ્યો રજૂ કર્યાં છે.
દિક્પા – આ હરિભદ્રસૂરિજીએ જાતે રચેલી ૭૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ
છે.
સ્યાદ્વાદકલ્પલતા – આ સંસ્કૃત ટીકા યશોવિજયજી ગણિએ ૧૩૦૦૦ શ્લોક પૂરતી નવ્ય ન્યાયની શૈલીએ રચી છે અને એ દ્વારા એમણે મૂળ કૃતિ અને દિક્મદા ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડ્યો છે.
સન્માર્ગ, કુમાર્ગ અને ઉન્માર્ગનો બોધ કરાવનારા આ હારિભદ્રીય મહામૂલ્યશાળી ગ્રન્થનાં ૭૦૧ પોને ન્યાયાચાર્યે ૧૧ સ્તબકમાં વિભક્ત કર્યો છે. એ સ્તબકદીઠ પદ્યસંખ્યા નીચે મુજબ છે :
૧૧૨, ૮૧, ૪૪, ૧૩૭, ૩૯, ૬૩, ૬૬, ૧૦, ૨૭, ૬૪ અને ૫૮, પ્રથમ સ્તંબકનાં પર્ધા ૨-૨૯ ઉપક્રમરૂપ છે અને એ ઉત્તમ ઉપદેશની ગરજ સારે છે.
દ્વિતીય સ્તબક કાળ વગેરે પાંચ કારણોના વિશદ નિરૂપણરૂપ છે.
ત્રીજા સ્તબકમાં નિરીશ્વરવાદી સાંખ્યદર્શન અને પાતંજલ યોગદર્શનની સમીક્ષા છે. જગત્કર્તૃત્વવાદને જૈન દૃષ્ટિએ સુસંગત બતાવવાનો પ્રયાસ કરાયો છે અને કપિલ અને પતંજલિનો આદરપૂર્વક ઉલ્લેખ કરાયો છે.
સ્તબક ૪-૬માં બૌદ્ધ દર્શનના મનનીય વિચારોનું – ક્ષણિકવાદ અને વિજ્ઞાનવાદનું વિવેચન છે.
સાતમા સ્તબકમાં જૈન દર્શનના સિદ્ધાન્તો આલેખાયા છે. એમાં સ્યાદ્વાદ અને સપ્તભંગીને સ્થાન અપાયું છે.
૧. પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે.
૨. આનો તેમજ મૂળ કૃતિનો પરિચય મેં અ. જ. પ. (ખંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્ઘાત (પૃ. ૩૮-૪૧)માં તેમજ મહત્તરાયાકિનીના ધર્મસૂનુ સમભાવભાવી શ્રી હરિભદ્રસૂરિ : જીવન અને કવન નામના મારા પુસ્તકમાં આપ્યો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org