________________
૧૪૨
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા અંતિમ પદ્યો પૈકી પહેલું પદ્ય “ નૈત્ર થી શરૂ થાય છે. એ પત્ર સ્યાદ્વાદનો આશ્રય લઈને લખાયો હોઈ એ સો કુમતનો નાશ કરે છે એમ કહ્યું છે. વિશેષમાં આ આદ્ય પદ્યમાં સ્યાદ્વાદની પ્રશંસા કરાઈ છે. અંતિમ પદ્યમાં કર્તાએ પોતાના ગુરુની પોતાના ઉપરની કૃપાદૃષ્ટિના ફળનું સૂચન કર્યું છે.
વિવૃતિ – આ વિદ્યમાન) શ્રી વિજયોદયસૂરિજીના શિષ્યશ્રી વિજયનંદનસૂરિજીની વિ. સં. ૧૯૯૨ની રચના છે.
પાતંજલ યોગદર્શન અને એની સંક્ષિપ્ત વ્યાખ્યા – મહર્ષિ પતંજલિએ ૧૫ સૂત્રમાં સંસ્કૃતમાં યોગદર્શન નામનું પુસ્તક રચ્યું છે. એ ચાર પાદમાં વિભક્ત છે. એનાં નામ અને એ દરેકની સૂત્રસંખ્યા નીચે મુજબ છે :
(૧) સમાધિ-પાદ ૫૧ (૨) સાધન-નિર્દેશ ૫૫ (૩) વિભૂતિપાદ () કૈવલ્યપાદ ૩૪
સાંખ્ય દર્શનને અનુસરીને સાંગોપાંગ યોગપ્રક્રિયા રજૂ કરનારા આ યોગદર્શન ઉપર સૌથી પ્રાચીન અને મહત્ત્વનું ભાષ્ય વ્યાસે રચ્યું છે અને એ ભાષ્ય પણ સાંખ્ય સિદ્ધાન્ત અનુસાર છે.
વ્યાખ્યા – યશોવિજયજી ગણિએ સમગ્ર યોગદર્શનની સંસ્કૃતમાં વ્યાખ્યા ન રચતાં એનાં ૨૭ સૂત્રો ઉપર જ વ્યાખ્યા રચી છે. કેમકે એમનો ઉદ્દેશ જૈન દર્શન અને સાંખ્ય દર્શન વચ્ચે જ્યાં જ્યાં મતભેદ હોય તે દર્શાવવાનો તેમજ જ્યાં બંને દર્શનો વચ્ચે કેવળ પરિભાષા પૂરતો જ ભેદ હોય ત્યાં એ બંને દર્શનોનું મિલન ૧. આ સંસ્કૃત વિવૃતિ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૧, ટિ. ૩. ૨. આ કૃતિ “આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ” તરફથી આગ્રાથી ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત કરાઈ છે. એમાં આ પાતંજલ યોગદર્શન ઉપરાંત એને અંગેના ભાષ્યનો અમુક ભાગ તથા યોગદર્શનનાં કેટલાંક (૨૭) સૂત્રો ઉપરની યશોવિજયજી ગણિકત વ્યાખ્યા, હારિભદ્રીય જોગવિહાણવીસિયા અને એના ઉપરનું યશોવિજયજી ગણિકત વિવરણ, યોગદર્શનની વ્યાખ્યાનો સાર, જોગવિહાણવીસિયાનો અનુવાદ અને એનો સાર, ઉપર્યુક્ત વૃત્તિ અને વિવરણમાંનાં અવતરણોની સૂચી, ગ્રંથકારાદિનો નિર્દેશ તેમજ પ્રસ્તાવના અપાયાં છે. વિ. સં. ૧૯૯૮માં પ્રકાશિત ય. વા. ગં.માં પાતંજલ યોગદર્શન અને એની ન્યાયાચાયત વ્યાખ્યા છપાઈ છે. પાઠય સાક્ષીપાઠની સંત છાયા અપાઈ છે, પરંતુ પહેલું સંસ્કરણ આ કરતાં ચડે છે,
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only