________________
યશોદોહન : ખંડ–૨
૧૩૭
“સર્પનઇ પૃષ્ઠાવચ્છેદઇ શ્યામતા છઇ, ઉદરાવચ્છેદઇ નથી. તથા સર્પમાત્રઈં કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહવાઇ છઇ.’
દ્રવ્યાનુયોગતા – દ્રવ્યગુણપર્યાયરાસ જોઈ એ ઉપરથી પ્રેરણા મેળવી ‘તપા’ ગચ્છના વિનીતસાગ૨ના શિષ્ય ભોજસાગરે આ કૃતિ સ્વોપજ્ઞ ટીકા સહિત વિજયદયાસૂરિના રાજ્ય (વિ. સં. ૧૭૮૫-૧૮૦૯)માં રચી છે.
રકમ્મપડિ અને એની ટીકા – કમ્યપયડિ એ કર્મસિદ્ધાન્તને લગતી ૪૧૫ પદ્યમાં જ. મ.માં શિવશર્મસૂરિએ રચેલી મહત્ત્વની કૃતિ છે. એમાં બન્ધનાદિ આઠ કરણો, હૃદય અને સત્તાનું નિરૂપણ કરાયું છે. આ કૃતિ ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય યશોવિજયગણિની પૂર્વે રચાયું છેઃ
(૧) ૭૦૦૦ (સાત હજાર) શ્લોક જેવડી અજ્ઞાતકર્તૃક ચુણ્ણિ.
(૨) ૧૯૨૦ શ્લોક જેવડી મુનિચન્દ્રસૂરિજીએ રચેલી વિશેષ વૃત્તિ. (૩) ૮૦૦૦ શ્લોક જેવડી મલયગિરિસૂરિજીકૃત વૃત્તિ.
(૪) વિ. સં. ૧૨૨૨માં લખાયેલી અજ્ઞાતકર્તૃક ટીકા.
(૫) અજ્ઞાતકર્તૃક ટીકા. આ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૭૧)માં નોંધાયેલી છે. અહીં પ્રસ્તુત યશોવિજયગણિએ ૪૭૫ શ્લોકમાં સંસ્કૃતમાં કર્મપ્રકૃતિ રચ્યાનો અને એને સ્વોપશ ટીકાથી વિભૂષિત કર્યાનો ઉલ્લેખ છે.
-
બે વૃત્તિ – યશોવિજ્યજી ગણિએ ૧૩૦૦૦ શ્લોક જેવડી બૃહદ્ વૃત્તિ તેમજ અપૂર્ણ મળેલી લઘુવૃત્તિ એમ કમ્યપયડિ ઉપર બે વૃત્તિ રચી છે. બૃહદ્ વૃત્તિની ૧. આ કૃતિ હિન્દી અનુવાદ સહિત પરમશ્રુત પ્રભાવક મંડળ” તરફથી ઈ. સ.(?)માં પ્રકાશિત કરાઈ છે.
૨. આ કૃતિ સુણ્ણિ તેમજ મલયગિરિસૂરિજીએ તેમજ યશોવિજ્યજી ગણિએ રચેલી સંસ્કૃત વૃત્તિઓ સહિત શ્રી ખૂબચંદ પાનાચંદે ડભોઈથી ઈ. સ. ૧૯૩૭માં છપાવી છે. મૂળ કૃતિ સંસ્કૃત છાયા તેમજ પં. ચંદુલાલ કૃત ગુજરાતી અન્વયાર્થ અને ભાવાર્થ સાથે શ્રી માણેકલાલ ચુનીલાલે ઈ. સ. ૧૯૩૮માં પ્રસિદ્ધ કરી છે.
૩. એમની અન્ય કૃતિ તે (બંધ) સયગ છે. આ બંને કૃતિ વિષે મેં “કમ્મપડિ અને બંધસયગ’' નામના મારા લેખમાં માહિતી આપી છે. એ લેખ ‘આ. પ્ર.” પુ. ૪૮, અં. ૨)માં છપાયો
છે.
૪. આને ચૂણિ-ટિપ્પન પણ કહે છે.
પ. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૯૦, ટિ. ૧.
૬. આ ગુરુતત્ત્વ વિનિશ્ચયના અંતમાં છપાયેલી છે. એ સાત (?) ગાથા પૂરતી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org