________________
યશોદોહનઃ ખંડ-૨
૧૩૫ સ્વભાવ અને અનેક-સ્વભાવ, ભેદ-સ્વભાવ અને અભેદ-સ્વભાવ તેમજ ભવ્યસ્વભાવ અને અભવ્ય-સ્વભાવ.
બારમી ઢાલમાં ૧૦ વિશેષ સ્વભાવ દર્શાવી એમાં પૂર્વોક્ત ૧૧ સામાન્ય સ્વભાવો ઉમેરતાં જે ૨૧ સ્વભાવ થાય તે પૈકી જીવાદિ છ દ્રવ્યોમાં કેટકેટલા હોય તે બાબત નિરૂપાઈ છે.
તેરમી ઢાલમાં ૨૧ સ્વભાવોને અંગે નયની વિચારણા કરાઈ છે.
ચૌદમી ઢાલમાં પર્યાયના વ્યંજન-પર્યાય અને અર્થ-પર્યાય એ બે ભેદ દર્શાવી એનાં લક્ષણ આપી એ બંનેના બે રીતે બળે ઉપભેદોનો નિર્દેશ કરાયો છે. વળી આ ભેદાદિકનાં ઉદાહરણ અપાયાં છે. આ ઉપરાંત દિગંબરોની કેટલીક માન્યતાનું ખંડન કરાયું છે.
પંદરમી ઢાલનો વિષય ગીતાર્થોના જ્ઞાનની ખૂબી અને સ્તુતિ છે. સાથે સાથે જ્ઞાનથી વિહીન જનોની ઝાટકણી કરાઈ છે.
સોળમી ઢાલમાં જિનેશ્વરની વાણીની પ્રશંસા કરાઈ છે.
સત્તરમી ઢાલમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાના ગુણ ગાયા છે. વિશેષમાં પોતાના ગુરુની કૃપાથી પોતે ચિન્તામણિનો અભ્યાસ કરી શક્યા એમ કર્તાએ કહ્યું છે.
અંતમાં “કલશ” તરીકે એક પદ્ય છે અને ત્યાર બાદ સંસ્કૃતમાં એક પદ્ય છે અને એ દ્વારા જૈન વાઝેવીની ધ્યાનરૂપ પુષ્પો વડે ચરણપૂજા હો એમ કહ્યું છે.
ઉલ્લેખ – મૂળ કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે :
ઉત્તરાધ્યયન (૧૭૭, ર૩૬), ઉપદેશપદ (૩, ૨૪૯), ઉપદેશમાલા (૫), ગચ્છાચાર (૨૬૧), ચિન્તામણિ (૨૮૨), તત્ત્વાર્થ (૯, ૧૧૭, ૧૭૩), ધર્મસંગ્રહણી (૧૭૩), નયચક્ર (૧૧૫), પંચકલ્યભાષ્ય (૪), બૃહત્કલ્યભાષ્ય (૨૫૧), ભગવાઈ (૧૭૨), મહાનિશીથ (૨૫), મહાભાષ્ય (૧૨), યોગદષ્ટિસમુચ્ચય (૨૪૭), (૨૬૭), યોગશાસ્ત્ર (૧૭૫), વિશેષાવશ્યક (૬૦), ષોડશક (ર૪૬), 'સમય (૧૭૧), સમ્મતિ (૨, ૭, ૯, ૨૦, ૬૦, ૧૪૬, ૨૧૭, ર૩૧), સમ્મતિવૃત્તિ (૨૦) અને સૂત્ર (૨૧, ૧૭૮).
૧. આ પધનો અંક છે. ૨. આ અશ્વન કૃતિ છે. ૩. આના કર્તા દિ. દેવસેન છે.
૪-૫. આથી આગમ અભિપ્રેત છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org