________________
૧૩૪
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા
નથી એ પ્રશ્ન એમને પુછાયો છે. ત્યાર પછી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની સંખ્યા પરત્વે જિનભદ્રગણિજી અને સિદ્ધસેનદિવાકરજીમાં મતભેદ છે એમ કહ્યું છે. વિભક્તને વિભાગ ગણતાં વ્યવસ્થા રહે નહિ અને ઉપનયોનો વ્યવહારનયમાં સમાવેશ થાય છે એ બાબત દર્શાવી નિશ્ચયનય અને વ્યવહારનયનું એકેક લક્ષણ અપાયું છે. દેવસેને નયચક્રમાં જે નવ નય વગેરેનું નિરૂપણ કર્યું છે તે બાળજીવોના બોધ માટે છે, નહિ કે તાત્ત્વિક. એમ કહી આ ઢાલ પૂર્ણ કરાઈ છે.
નવમી ઢાલમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વિષે વિસ્તૃત નિરૂપણ છે. આ ઢાલના પ્રારંભમાં કહ્યું છે કે એકે એક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. એ ત્રણમાં પરસ્પર વિરોધ નથી. આ સંબંધમાં સુવર્ણનાં વડાં અને મુગટનું સુપ્રસિદ્ધ ઉદાહરણ અપાયું છે. ઇષ્ટાનિષ્ટ વાસનાના ભેદથી વસ્તુમાં ભેદ ન માનવો એ બૌદ્ધ માન્યતાનું નિમિત્તના ભેદની યુક્તિથી ખંડન કરાયું છે. યોગાચાર બૌદ્ધ મત માનવાથી માધ્યમિક બૌદ્ધનો મત આવી જાય એમ કહી એનું પણ ખંડન કરી ઉત્પાદ અને વ્યયનો એકાન્ત ભેદ માનનાર નૈયાયિકના મતનું નિરસન કરાયું છે. દહીં, દૂધ અને ગોરસ (ગાયનો રસ)ના દૃષ્ટાંત દ્વારા પ્રસ્તુત વિષયનું સમર્થન કરાયું છે. સંઘયણાદિક ભવભાવથી સિદ્ધ થતાં કેવલજ્ઞાન જાય એ બાબત સમ્મઈપયરણમાંથી દર્શાવાઈ છે. ઉત્પાદના પ્રયોગજન્ય અને વિસ્રસા અર્થાત્ સ્વભાવનિત એમ બે પ્રકારો, વિનાશના રૂપાંતર-પરિણામ-વિનાશ અને અર્થાન્તર ભાવગમન-વિનાશ એમ બે પ્રકારો તેમજ ધ્રૌવ્યના સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારો દર્શાવી તેની સમજણ અપાઈ
છે.
દસમી ઢાલમાં શરૂઆતમાં સમ્યક્ત્વના આદર માટે ભલામણ કરાઈ છે. ત્યારબાદ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોનાં નામ અને લક્ષણ દર્શાવાયાં છે. કાળ એ જીવ અને અજીવના પર્યાયરૂપ છે એ એક માન્યતા અને જ્યોતિપ્ચક્રની ગતિ અનુસાર જૂનું નવું કરનાર – ઉત્પન્ન થનારી ભાવસ્થિતિનું અપેક્ષાકારણ તે કાળ છે એ બીજી માન્યતા. અને બંનેના ધમ્મસંગહણીમાં ઉલ્લેખ, કાળને લગતી દિગંબરોની માન્યતા, યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં એનો સ્વીકાર ઇત્યાદિ બાબતો વિચારાઈ છે.
અગિયારમી ઢાલમાં દસ સામાન્ય ગુણનાં નામ દર્શાવી દરેક દ્રવ્યમાં એ પૈકી આઠ આઠ ગુણ છે એમ કહી સોળ વિશેષ ગુણો ગણાવાયા છે. ચેતનત્વાદિ સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ છે, જ્યારે પરજાતિની અપક્ષાએ વિશેષ ગુણ છે એમ કહી સ્વભાવના અગિયાર ગુણોનો નિર્દેશ કરાયો છે. નિમ્નલિખિત સ્વભાવો ન હોય તો શું ? એ વાત ચર્ચાઈ છે :
અસ્તિ ભાવ અને નાસ્તિ ભાવ, નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ, એક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org