________________
ન્યાય યાને તર્કશાસ્ત્ર
‘‘चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद् भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः પૌનિયા: રાંચ’'
૧૨૪
પત્ર ૯ અ માં પહેલા પદના પૂર્વાર્ધની વૃત્તિ પૂરી થાય છે અને પત્ર ૧૧ અ માં ઉત્તરાર્ધની વૃત્તિ પૂર્ણ કરી મંગલાચરણરૂપે એક પદ્ય અપાયું છે. પત્ર ૩૬ અ માં ઉપાંત્ય (અગિયારમા) પદ્યની વૃત્તિનો પ્રારંભ કરાયો છે.
પ્રમારહસ્ય-ઉવએસરહસ્ય (ગા. ૧) ના સ્વોપજ્ઞવિવરણ પત્ર ૧ આ)માં આ કૃતિનો ઉલ્લેખ છે પણ એ કૃતિ અનુપલબ્ધ છે એટલે એના વિષય વિષે ચોકસાઈથી કહેવાનું કેમ બને ? પ્રમાનો અર્થ યથાર્થ યાને સંશય વિનાનું જ્ઞાન” એમ થાય છે તો શું આ પ્રમાણવિષયક કૃતિ છે ?
સિદ્ધાન્તતર્ક પરિષ્કાર આ યશોવિજયગણિની કૃતિ છે, કેમકે એમણે પોતાના એક (દ્વિતીય) કાગળમાં કે જે ગુ. સા. સં. વિ. ૨, પૃ. ૧૦૦)માં છપાયો છે તેમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છેઃ
“કાલ તે જીવાજીવ પર્યાય જ યુક્ત. એ અસ્મતૃત સિદ્ધાન્તતર્ક પરિષ્કારન્યાયલોકાદિ ગ્રંથ પ્રસિદ્ધ છઈં.”
આ કૃતિનો અન્યત્ર પણ ઉલ્લેખ છે.
સિદ્ધાન્તતર્ક પરિષ્કાર અદ્યાપિ અનુપલબ્ધ છે અને એના વિષય ઉપર વેધક પ્રકાશ પાડે એવું એમાંથી એક પણ અવતરણ મારા જોવા જાણવામાં નથી. આથી આ કૃતિ શુદ્ધ ન્યાયની હશે કે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલી વિસેસણવઈ જેવી હશે કે કોઈ સ્વયૂથિક કે પરયૂથિક દાર્શનિક મંતવ્યોની ચર્ચારૂપ હશે તે નક્કી કરવું બાકી રહે છે.
મુનિશ્રી ભાનુતિયજીએ પોતાના એક લેખમાં સિદ્ધાન્તમત પરિષ્કાર નામની કૃતિનો ઉલ્લેખ કર્યો છે તે આ જ હશે. ગમે તેમ પણ એમણે નિર્દેશેલી કૃતિના વિષયની નીચે મુજબ સંભાવના કરી છે
“એક સિદ્ધાન્તમતપરિષ્કારનું નામ જ એવું છે કે જેમાં લાગે છે કે જૈન
૧. પત્ર ૪૯માં નીચે મુજબની પંક્તિ દ્વારા વૃત્તિ અપૂર્ણ રખાઈ છેઃ
૪૯ ૪ ૨ ૪ ૧૮ ૪ ૪૨
= ૨૩૧૫ ૧/૪
૩૨
૨. જુઓ ન્યા. ય. સ્મૃ. (પૃ. ૩૯-૫૦).
૩. આ નામ દર્શાવવા માટે શો આધાર છે તે શ્રી ભાનુતિયજી જણાવવા કૃપા કરશે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International