________________
૧૨૮
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા સ્થાપના અને ભાવનું સ્મરણ કરાવે છે.
વસ્તુસ્થિતિ આ પ્રમાણેની હોવાથી સન્મતિતર્ક પૃ. જીના ટિપ્પણમાં પં. સુખલાલે અને પં. બેચરદાસે જે નીચે મુજબ વિધાન કર્યું છે તે સમુચિત ગણાય ખરું ?
“અનેકાર્થક શબ્દ આવે ત્યાં વિવક્ષિત અર્થનો નિર્ણય કરવાના ઘણા ઉપાયો અલંકારશાસ્ત્રમાં બતાવેલા છે, પણ જૈન નિર્યુક્તિગ્રંથો સિવાય કોઈ પણ વૈદિક કે બૌદ્ધ ગ્રંથમાં નિક્ષેપ જેવી વિચારસરણી જોવામાં આવી નથી.”
તત્ત્વાર્થસૂત્રનો બાલાવબોધ અને એના કત – ત. સૂ. ઉપરના ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધિની એક હાથપોથી પ્રવર્તકશ્રી કાન્તિવિજયજીના શાસ્ત્રસંગ્રહમાં છે અને તેમાં નીચે મુજબની પુષ્યિકા છે :
इति श्वेतांबराचार्यश्रीउमास्वामिगण(णि)कृततत्त्वार्थसूत्रं तस्य बालावबोध: શ્રીયશોવિનયકૃત: સમાપ્ત:”
આ પુષ્પિકા બાલાવબોધકારે જાતે રચી હોય એમ જણાતું નથી કેમકે એ રચનાર યશોવિજયગણિ પોતાના નામ આગળ “શ્રી”નો પ્રયોગ કરે ખરા? વળી બાલાવબોધમાં ઉમાસ્વાતિ નામને બદલે ‘ઉમાસ્વામિ' એ નામ છે તે શું કોઈ શ્વેતાંબર લેખકને માન્ય હોય ખરું?
બાલાવબોધકાર યશોવિજયજી ગણિ તે પ્રસ્તુત થશોવિજયજી ગણિ જ છે કે કેમ એ એક પ્રશ્ન છે. પં. સુખલાલને મતે તો એ બંને ભિન્ન જ છે. આ મતના. સમર્થનાર્થે એમણે કોઈ પ્રમાણ આપ્યું નથી, અને મારી પાસે પણ કોઈ નથી, પરંતુ નીચે મુજબની વિગતોને લક્ષ્યમાં લેતાં હું આ બેને અભિન્ન માનવા લલચાઉં છું:
(૧) બાલાવબોધ માટે મોટે ભાગે સર્વાર્થસિદ્ધિમાન્ય એટલે કે દિગંબરોને માન્ય ૧ “વ્યાકૃતિનાર્તસ્તુ પાથ.” તિ તારૈયયિમિપિ પ્રતિવમેવ | તત્ર
व्यक्तिर्द्रव्यम् आकृति: स्थापना, जाति व इति निक्षेपत्रयमागतम् । नाम च वैयाकरणैः पदार्थ રૂBતે '' 2. B41 GLOld â The Jaina Religion and Literature (Vol. I, p. 141, Fn)Hi
દર્શાવી છે. ૩. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે બાલાવબોધ રચ્યો છે એવો ઉલ્લેખ ઉપાધ્યાયજીકૃત ગ્રન્થોની
અઢારમી સદીની પ્રાચ્યગ્રન્થસૂચીમાં છે – સંપાદક ૪. જુઓ તત્વાર્થસૂત્ર (ગુજરાતી વ્યાખ્યા સહિત)નો પં. સુખલાલનો પરિચય પૃ. ૬૮, દ્વિતીય
આવૃત્તિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org