________________
યશોદોહનઃ ખંડ-૨
૧૨૯ સૂત્રપાઠ સ્વીકારાયો છે અને તેમ છતાં એનો બાલાવબોધ રચાયો છે. આવું કાર્ય ગુણગ્રાહી પ્રસ્તુત થશોવિજયગણિ જેવા જ કરી શકે, એમ અષ્ટસહસી નામની દિગંબરીય કૃતિ ઉપરનું એમનું વિવરણ જોતાં જણાય છે.
(૨) દિગબરોને માન્ય પાઠ લઈ શ્વેતાંબરોને સર્વથા સ્વીકાર્ય અર્થ અહીં કરાયો છે. એ કાર્ય કઈ બાળકનો ખેલ નથી. એ તો પ્રસ્તુત યશોવિજયગણિ જેવા વિદ્વાન જ કરી શકે.
૩) બાલાવબોધની ભાષા અને શૈલી વિચારતાં એ વિક્રમની સત્તરમીઅઢારમી સદીની રચના હોય એમ લાગે છે અને પ્રસ્તુત યશોવિજયગણિનો જીવનકાળ પણ આ જ છે.
(૪) આ બાલાવબોધ એક બાજુથી દિગંબરોને ત. સૂનાં સૂત્રોના સાચા અર્થથી વાકેફગાર કરે છે તો બીજી બાજુથી પક્ષભેદને લઈને દિગંબરીય પાઠભેદથી ભડકનારા શ્વેતાંબરોની એ ભડક દૂર કરે છે. આમ આ બાલાવબોધની વિશિષ્ટતા
સમગ્ર બાલાવબોધ સમીક્ષાત્મક સ્વરૂપે પ્રસિદ્ધ કરાય તો ઉપાધ્યાયજીના અન્ય ગુજરાતી બાલાવબોધની સાથે ભાષા અને શૈલીની દષ્ટિએ એનું પરિશીલન થઈ શકે. એ દરમ્યાનમાં બાલાવબોધની હાથપોથી જેમને મળી શકે તેમ હોય તેમણે આ બાલાવબોધનો અને એ હાથપોથીનો સંક્ષિપ્ત પરિચય પૂરો પાડવા હું વિનવું
અહીં એ વાત ઉમેરીશ કે કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે યશોવિજયગણિએ ત. સૂ. ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે તો પછી તેઓ જ એનો ગુજરાતીમાં બાલાવબોધ રચે ખરા?
આનો ઉત્તર એ છે કે આ ગણિએ અઝપ્પમયપરિફખા, જૈનતર્કભાષા (2), જ્ઞાનસાર અને ધમ્મપરિફખા અંગે આવું કાર્ય કર્યું છે તેનું કેમ?
દ્રવ્યાલોક – આ કૃતિ યશોવિજયજી ગણિએ રચી છે એમ કેટલાંક વર્ષોથી
૧. જુઓ તત્ત્વાર્થસૂત્ર (ગુજરાતી વ્યાખ્યા સહિત)નો પં. સુખલાલનો પરિચય પૃ. ૬૮, દ્વિતીય
આવૃત્તિ) ૨. જુઓ “પરિચય” પૃ. ૬૯) ૩. એજન પૃ. ૬૭)
૪. એજન પૃ. ૬૯) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org