________________
૧૩૦
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા મનાતું આવ્યું છે ખરું, પરંતુ જ્યાં સુધી આ કૃતિનો ઉલ્લેખ આ ગણિએ પોતાની કોઈ કૃતિમાં પોતાની કૃતિ તરીકે કર્યાનું અગર તો અન્યકર્તક ગ્રંથમાં યશોવિજયગણિની કૃતિ તરીકે આ દ્રવ્યાલોકનો ઉલ્લેખ હોવાનું દર્શાવાય નહિ ત્યાં સુધી મારા જેવો તો ઉપર્યુક્ત કથન ન સ્વીકારે.
આ કૃતિ ઉપર સંસ્કૃતમાં સ્વોપલ્લવિવરણ હોવાનું પણ કેટલાક કહે છે. એ હિસાબે આ કૃતિ કાં તો સંસ્કૃતમાં કે કાં તો પાયમાં હશે.
તખ્તાલોક અને એનું વિવરણ – તખ્તાલોકના રચનાર કોણ છે અને એનો વિષય શો છે તે જાણવામાં નથી. જિનરત્નકોશ વિ. ૧, પૃ. ૧૫૭)માં તો તત્ત્વાલીક તે શું ત. સૂ. છે કે કોઈ અજૈન ગ્રંથ છે એમ પ્રશ્ન ઉઠાવાયો છે. એ ત. સૂ. તો. નથી જ એમ મારું માનવું થાય છે.
ત્રિસૂત્રલોક – યશોવિજયગણિએ પોતાની કૃતિ નામે નવરહસ્ય . ૩૧)માં ત્રિસૂટ્યાલોક જોવાની ભલામણ કરી છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે :
“તવિમુવત'–ર્પિતાનર્પિતસિહેઃ (ત.. . ૬, . રૂ૩) તિ, ધિર્વ त्रिसूत्र्यालोके" અહીં “અસ્મત્કૃતિ કે “
મિલ્કત' જેવો કોઈ નિર્દેશ નથી. એથી આ ત્રિસૂત્રલોક પ્રસ્તુત ગણિની રચના નહિ હશે એમ ભાસે છે. ગમે તેમ ત્રિસૂત્રલોકની એકે હાથપોથી અદ્યાપિ મળી આવી નથી. એથી એના વિષય વિષે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. મને એમ લાગે છે કે ત. સૂ. (અ. ૫)નાં નિમ્નલિખિત ત્રણ સૂત્રોને કેટલાક ‘ત્રિસૂત્રી’ કહે છે તો એ સૂત્રો વિષે ત્રિસૂત્રલોકમાં નિરૂપણ હશે :
ઉત્પાઉચ યુવત્ત સત્ ! ર૧T तद्भावाव्ययं नित्यम् । ३०।
તાતસિંહે રૂ ” વિવરણ – ત્રિસૂટ્યાલોક ઉપર યશોવિજયગણિએ વિવરણ રચ્યાનું મનાય છે. એ વાત ખરી હો યા નહિ, પણ હજી સુધી એ વિવરણની એકે હાથપોથી પ્રાપ્ત થઈ નથી. ૧. આ કૃતિ ઉપાધ્યાયજીની જ છે. એનો પુરાવો મળ્યો છે. ઉપાધ્યાયજીના જીવન કવન
ઉપર હું કંઈક લખવા ધારું છું. ત્યારે તે પુરાવો રજૂ થશે. - સંપા. ૨. જુઓ શ્રી વિજયલાવાયસૂરિએ વિ. સં. ૧૯૯હ્માં રચેલી અને જે. ઝં. પ્ર. સ.” તરફથી
વિ. સં. ૨૦૦૧માં પ્રકાશિત તત્ત્વાર્થત્રિસૂત્રી પ્રકાશિકાની પ્રશસ્તિ (શ્લો. ૧૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org