________________
પ્રકરણ ૩
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા
તત્ત્વાર્થસૂત્રની અને એના ભાષ્યની ટીકા – વિદ્યાવારિધિ ઉમાસ્વાતિજીએ સંસ્કૃત ભાષામાં સૂત્રાત્મક શૈલીએ તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર નામની નાનકડી પરંતુ મનનીય કૃતિ રચી છે. એને તત્ત્વાર્થાધિગમસૂત્ર તેમજ તત્ત્વાર્થસૂત્ર પણ કહે છે. એના સૂત્રપાઠ બે પ્રકારના છે : (૧) રસ્વોપજ્ઞભાષ્યમાં સ્વીકારાયેલા યાને ભાષ્યમાન્ય અને (૨) દિ. પૂજ્યપાદકૃત સર્વાર્થસિદ્ધિમાં અપનાવાયેલાં યાને સર્વાર્થસિદ્ધિમાન્ય. પ્રથમ પ્રકારનો સૂત્રપાઠ શ્વેતાંબરોને રુચિકર છે અને એમાં ૩૪૪ સૂત્રો છે જ્યારે બીજા પ્રકારનો સૂત્રપાઠ દિગંબરોને અભિપ્રેત છે અને એમાં ૩૫૭ સૂત્રો છે.
આ દસ અધ્યાયોમાં વિભક્ત ત. સૂ.નો મુખ્ય વિષય જૈનોને માન્ય નિમ્નલિખિત સાત તત્ત્વોનું નિરૂપણ છે :
(૧) જીવ, (૨) અજીવ, (૩) આસવ, (૪) બન્ધ, (૫) સંવર, (૬) નિર્જરા અને (૭) મોક્ષ.
અન્ય રીતે વિચારતાં પ્રથમ અધ્યાય જ્ઞાનને અંગે, ત્યાર પછીના ચાર અધ્યાયો શેય પરત્વે અને બાકીના પાંચ અધ્યાયો ચારિત્ર વિષે માહિતી પૂરી પાડે છે. અવાંતર વિષયો તરીકે ન્યાય, ભૂગોળ, છ દ્રવ્યોની મીમાંસા, કર્મસિદ્ધાન્ત, તેમજ શ્રાવક અને શ્રમણનાં વ્રતો ગણાવી શકાય.
ત. સૂ. એ શ્વેતાંબરોને તેમજ દિગંબરોને એટલે કે જૈનોના મુખ્ય બંને ફિરકાના તમામ અનુયાયીઓને ખૂબ આદરણીય છે. આને લઈને બંને ફિરકાના કેટલાક વિદ્વાનોએ એના ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. શ્વેતાંબરોને મતે ભાષ્ય સ્વોપજ્ઞ હોવાથી શ્વેતાંબર ટીકાકારોએ ભાખ્યાનુસારિણી ટીકાઓ રચી છે. આવી ટીકાઓ નીચે મુજબ છે ઃ
(૧) સિદ્ધસેનગણિજીએ રચેલી.
૧. પં. નાથુરામ પ્રેમી એમને વ્યાપનીય” માને છે.
૨. ઘણાખરા દિગંબરો ભાષ્યને સ્વોપશ માનતા નથી, જ્યારે શ્વેતાંબરો તેમજ કેટલાક દિગંબર અને પાશ્ચાત્ય વિદ્વાનો સુધ્ધાં એથી વિરુદ્ધ મત ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org