________________
થશોદોહનઃ ખંડ-૨
૧૨૫ આગમશાસ્ત્રોમાં આવતા વિવિધ મતાંતરો મળે છે તેના પરસ્પરના અવિસંવાદી સમન્વય તે પણ જૈન શાસનના ખાસ વિશિષ્ટ નયવાદના બળ ઉપર કેવા સુંદર કરેલા હશે.”
'વિજયપ્રભસૂરિસ્વાધ્યાય- આ સાત પદ્યની સંસ્કૃત કૃતિ દ્વારા યશોવિજયજી ગણિએ પોતાના ગચ્છના નાયક વિજયપ્રભસૂરિજીની ભક્તિપૂર્વક તર્કયુક્તિ દ્વારા સ્તુતિ કરી છે. એઓ વિજયદેવસૂરિના પટ્ટરૂપ ગગનમાં સૂર્ય સમાન છે એમ અહીં કહ્યું છે. વિશેષમાં અહીં એમની બુદ્ધિની અને વાણીની પ્રશંસા કરાઈ છે. આ કૃતિમાં સમવાય, અપોહની અને જાતિની શક્તિ, જગત્કર્તુત્વવાદ, પ્રકૃતિ, સ્ફોટ અને બ્રહ્મ એ અજૈન દાર્શનિક મંતવ્યોનો તેમજ સંમતિ પ્રકરણ)નો ઉલ્લેખ છે. આ કૃતિ કડખાની દેશીમાં રચાયાનું મનાય છે. ગમે તેમ પણ એ ગેય કાવ્ય છે.
અનુકરણ – આ કૃતિના અનુકરણ રૂપે મુનિ (હાલ પ) ધુરંધરવિજયજીએ વિજયનેમિસુરિસ્વાધ્યાય નામની નવ પદ્યની સંસ્કૃત કૃતિ પ્રભાતિયાના રાગમાં ગવાય તેવી રચી છે.
૧. આ કૃતિ સ્તુતિચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા મૃ. ૧૦૫)માં ઈ. સ. ૧૯૩૦માં,
જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૧)ની મુનિશ્રી ચતુરવિજયજીની સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૮૮-૮૯૦માં, ઈ. સ. ૧૯૩૨માં તેમજ ગૂ. સા. સં. (ભા. ૧, પૃ. ૪૨૪-૪૨૭)માં પાઠાન્તરપૂર્વક એમ ત્રણ સ્થળેથી છપાઈ છે. ૨. આ વિજયપ્રભસૂરિએ દેવપત્તનના જિનાલયમાં એક તીર્થકરને ઉદ્દેશીને જિનસ્તવન રચ્યું
છે અને એ જૈન સ્તો. સં. (ભા. ૧, પૃ. ૩૬)માં છપાયું છે. ૩. આ ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત સટીક ઇન્દુદૂતના પ્રારંભમાં છપાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org