________________
યશોદોહન : ખંડ-૨
નયનું લક્ષણ, શાબ્દબોધની સાપેક્ષતા, નયવાક્ય, અને પ્રમાણવાક્યમાં તફાવત, નયજ્ઞાનની સંશય, સમુચ્ચય, વિભ્રમ અને પ્રમાથી વિલક્ષણતા, નયની પ્રમાણાંશતા, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની માન્યતાઓ અને એ બંનેના પ્રકારોની સંખ્યા પરત્વે મતભેદ, વૈગમાદિ સાત નયો અને એનાં લક્ષણ, જીવ, અજીવ, નોજીવ અને નોઅજીવની વિચારણા, સિદ્ધ નિશ્ચયથી જીવ જ છે એ દિગંબર મતનું ખંડન (શ્લો. ૪૮), પ્રદેશાદિ ત્રણ ઉદાહરણો સંબંધી નૈગમાદિ નયોનું વક્તવ્ય, નયોના અધિકારી કોણ ?, દિગંબરોનો ‘નગ્ન’ તરીકે ઉલ્લેખ (૭૯), ચાર નિક્ષેપોની સમજણ, પ્રતિષ્ઠા, શાશ્વત અને અશાશ્વત પ્રતિમાનું પૂજન, અજૈન દર્શનોની ઉત્પત્તિ, ઋજુસૂત્રાદિકમાંથી સૌત્રાન્તિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક એમ બૌદ્ધોના ચાર સંપ્રદાયોનો ઉદ્ભવ, ધર્માંશમાં નાસ્તિક કેવળ બાર્હસ્પત્ય અને ધર્માંશમાં સર્વે અન્યતીર્થિકો, જ્ઞાનનય અને ક્રિયા-નયનાં મંતવ્યો અને ગ્રન્થકારનો પરિચય.
ઉલ્લેખ – નિમ્નલિખિત ગ્રન્થોનો અહીં ઉલ્લેખ છે :
સમ્મતિ (શ્લો. ૧૦), મહાભાષ્ય (શ્લો. ૪૦ અને ૮૬), તત્ત્વાર્થભાષ્ય (શ્લો. ૪૦), અનુયોગદ્વાર (શ્લો. ૭૩ અને ૮૮), આવશ્યક (શ્લો. ૮૩) તેમ જ ભાષ્ય (શ્લો. ૯૫ અને ૧૦૮),
પૌર્વાપર્ય – નયોપદેશનું ૩૧મું પદ્ય નયરહસ્ય (પૃ. ૧૨૭)માં જોવાય છે. એ ઉપરથી નયોપદેશ નયરહસ્ય કરતાં પહેલાં રચાયો છે એમ ફલિત થાય છે. વળી નયોપદેશનો ઉલ્લેખ ત. સૂ.ની ટીકા (પત્ર ૭૨ અ)માં છે. એ હિસાબે આ એ ટીકા કરતાં પહેલાંની કૃતિ છે એમ સિદ્ધ થાય છે.
૧૦૭
જૈનયામૃતતરંગિણી – આ વિસ્તૃત અને મનનીય સ્વોપજ્ઞ સ્પષ્ટીકરણની શરૂઆત સર્વજ્ઞની વાણીના વિજ્યોલ્લેખસૂચક પદ્ય દ્વારા કરાઈ છે. એમાં અનેક ગ્રન્થોમાંથી અવતરણ અપાયાં છે. દા.ત. દસવેયાલિય, વીસવીસિયા, સમ્મઈપયરણ, વિસેસા., ખંડનખંડખાદ્ય, અણુઓગદાર, ષોડશ પ્રકરણ, આયાર, ત. સૂ.નું ભાષ્ય, વાક્યપદીય, દીદ્ધિતિ, અને પ્રમાણનયતત્ત્વાલોક.
૧. પરિણામ, અપરિણામ અને અતિપરિણામ એમ અહીં ત્રણ પ્રકાર દર્શાવાયા છે. ૨. જુઓ શ્લો. ૧૦૫.
૩. આ પ્રકાશિત છે.
૪. નયામૃતતરંગિણીગત અવતરણોની સૂચિ બે ભાગમાં બોટાદથી પ્રકાશિત આવૃત્તિમાં અપાઈ છે. કેટલાકનાં મૂળ દર્શાવાયાં નથી.
૫. આના કર્તા રઘુનાથ શિરોમણિ છે. એમણે તત્ત્વચિન્તામણિ ઉપર ટીકા રચી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org