________________
૧૧૫
યશોદોહનઃ ખંડ-૨ છે એમ કેટલાક કહે છે.
"સપ્તભંગી તરંગિણી – આ જ નામની એક કૃતિ દિ, અનન્તદેવસ્વામીના શિષ્ય વિમલદાસ રચી છે. એ જોઈને પ્રસ્તુત કૃતિ રચાઈ હશે કે કેમ તે જાણવું બાકી રહે છે. તપગચ્છના વિજયરાજસૂરિજીના શિષ્ય દાનવિજયજી ગણિએ સપ્તભંગી પ્રકરણ રચ્યું છે. યશોવિજયજી ગણિની પ્રસ્તુત કૃતિ હજી સુધી તો મળી આવી નથી પરંતુ એનો ઉલ્લેખ લઘુ સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૬ અ) અને બૃહત્ સ્યાદ્વાદરહસ્ય પત્ર ૧૮ આમાં જોવાય છે.
અનેકાન્તવ્યવસ્થા યાને જનતર્ક – આના પ્રારંભમાં ત્રણ અને અંતમાં સત્તર પદ્યો છે બાકીનું લખાણ ગદ્યમાં છે. આ ગ્રંથમાં પ્રાચીન ન્યાયની તેમજ નવ્ય ન્યાયની એમ બંનેની પદ્ધતિને સ્થાન અપાયું છે. એમાં અનેકાન્તનું લક્ષણ આપી જૈન તેમજ વિવિધ “અજૈન દર્શનોનું પણ સંક્ષિપ્ત પરંતુ સચોટ નિરૂપણ કરાયું છે. પ્રસંગવશાત્ કેટલીયે કૃતિઓમાંથી અવતરણો આપી આ નિરૂપણને સમર્પિત કરાયું છે. અજૈન દર્શનકારોએ પણ અનેકાન્તવાદનો સ્વીકાર કર્યો છે એ વાત નૈગમાદિ નયોના સવિસ્તર આલેખન પ્રસંગે દર્શાવાઈ છે. પત્ર ૫૪ ‘અમા કહ્યું છે કે “ઋજુ ૧. આ કૃતિ “રાયચંદ જૈન શાસ્ત્રમાળામાં વીર સંવત્ ૨૪૩૧માં પ્રકાશિત કરાઈ છે. વળી
એ “શાસ્ત્ર મુક્તાવલી"માં ગ્રંથાંક ૮ તરીકે કાંજીવરમથી ઈ. સ. ૧૯૦૧માં છપાવાઈ
૨. આ કૃતિ અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણના નામથી “જૈ. સં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૯૯માં
પ્રકાશિત કરાઈ છે. એમાં અવતરણોની સૂચિ અપાઈ છે પણ તે અકારાદિ ક્રમે નથી. વળી એના જે મૂળ દર્શાવાયાં છે તે અમુક અંશે અપૂર્ણ છે. ગુજરાતી પ્રકાશકીય નિવેદનમાં વિષયોનું વિહંગાવલોકન છે. પૃ ૮૭ અ માં જે સમાપ્તિસૂચક પતિ છે તેમાં આ કૃતિના નામાંતર તરીકે જૈનતર્કનો ઉલ્લેખ છે. તો શું એ કર્તાનો પોતાનો છે? “અનેકાન્તવ્યવસ્થા પ્રકરણ”ના નામથી. આ કૃતિનો સંગ્રહ નય સુધીનો પત્ર ૨૭ આ સુધીનો) પ્રથમ વિભાગ શ્રી વિજયલાવાયસૂરિજીએ રચેલી તત્ત્વબોધિની વિકૃતિ, એમાંનાં તેમજ મૂળ કૃતિમાંનાં અવતરણોની સ્થળના નિર્દેશપૂર્વકની ભેગી સૂચિ તેમજ સંસ્કૃતમાં બંનેનાં વિષયાનુક્રમ સહિત “વિ. લા. શા.” તરફથી વિ. સં. ૨૦૦૮માં પ્રકાશિત કરાયો છે. આ પ્રકાશનમાં મુખપૃષ્ઠાદિ ઉપર જૈનત પરિભાષા એવું નામાંતર છે તે સાચું છે? દ્વિતીય વિભાગ
પણ ઉપર્યુક્ત વિવૃતિ વગેરે સહિત વિ. સં. ૨૦૧૩ (2માં છપાવાયો છે. ૩. “તત્વેષ માવામાવવિશવર્તરૂપત્વિમ્' – પત્ર ૧ અ. ૪. જૈનદર્શન અતિશય ગંભીર છે અને એ અનન્ત નવથી ઓતપ્રોત છે. એથી હરણ જેમ વાઘના વદનને સૂંઘી નહિ શકે તેમ નયનો અંશ જાણનારાઓ એને સૂંઘી શકે નહિ.
- પત્ર ૧ અ.
૫ વૈશેષિક, નૈયાયિક, વેદાન્ત, સાંખ્ય... Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org