________________
૧૧૬
ન્યાય યાને તર્કશાસ્ત્ર
સૂત્ર” નય એ પર્યાયનયરૂપ વૃક્ષનું મૂળ છે. જ્યારે “શબ્દ”નય એની શાખા છે, સમભિરૂઢ નય એની પ્રશાખા છે અને એવંભૂત’નય તો પ્રશાખાની પ્રતિશાખા છે. કેટલાક દિગંબરો નવ નવ ગણાવે છે તે બાબતનું અહીં નિરસન કરાયું છે અને વિશેષ માહિતી માટે પોતે રચેલા આપભ્રંશિક પ્રબન્ધની ભલામણ કરાઈ છે. આ ગ્રન્થની એક વિશેષતા એ છે કે અધ્યાત્મસાર વગેરેમાં સાંખ્ય દર્શનની ઉત્પત્તિ સંગ્રહ-નયના એકાન્ત સેવનને આભારી જણાવી છે પરંતુ અહીં તેમજ અન્યત્ર અશુદ્ધ દ્રવ્યાર્થિક નયરૂપ વ્યવહાર-નયમાંથી એ જણાવી છે.
આ ગ્રન્થમાં સપ્તભંગીનું વિસ્તૃત નિરૂપણ છે. એના “સ્થાવતવ્ય ઇવ" નામના ત્રીજા ભંગના સોળ વિકલ્પ દર્શાવાયા છે (જુઓ પત્ર ૬૭ અ-૬૯ અ). વિશેષમાં સાત ભંગોના અનુક્રમે ૩, ૩, ૧૦, ૧૦, ૧૩૦, ૧૩૦ અને ૧૩૦ પ્રતિભંગો સૂચવાયા છે. આમ એકંદર ૪૧૬ પ્રતિભંગોનો ઉલ્લેખ છે (જુઓ પત્ર ૭૧ આ. એના અવાંતર ભંગો વિચારતાં તેની સંખ્યા ૧૪૩૬ની અને સાંયોગિક ભંગાદિ ગણતાં કરોડની દર્શાવાઈ છે (જુઓ પત્ર ૭૧ આ), ગુણાર્થિક નયની અનુપપત્તિ, દિગંબર માન્યતા અનુસાર ગુણનું લક્ષણ તેમજ દસ સામાન્ય ગુણોનું અને સોળ વિશેષ ગુણોનું નિરૂપણ, દ્રવ્યાર્થિક નયના ૧૦, પર્યાયાર્થિક નયના ૬, નૈગમના ૩, સંગ્રહના ર, વ્યવહારના ૨, ઋજુસૂત્રના ર અને શબ્દાદિનો એકેક ભેદ એ ૨૮ ભેદોનું નિરૂપણ, તેમજ દિ. અમૃતચન્દ્ર કૃત પ્રવચનસારવૃત્તિગત પર્યાયવિચારોનું ખંડન, અનેકાન્તવાદમાં અનેકાન્તવાદનો સ્વીકાર તેમજ ઘટાભાવનો અભાવ જેમ ઘટસ્વરૂપ છે, તેમ એકાન્તપક્ષાપત્તિ દોષનો અને પ્રમેયવાદિનાં ઉદાહરણો દ્વારા અનવસ્થાદોષોનો પરિવાર અને ઉપસંહારરૂપે અનેકાન્તવાદનો મહિમા અને અર્જુન દર્શનો દ્વારા એનો સત્કાર.
અવતરણોની સંખ્યા -- સમર્થક, સંવાદપાઠોની યાને અવતરણોની સંખ્યા લગભગ ૩૮૫ની છે. તેમાં લગભગ ૭૫ વિસસા. નામના મહાભાષ્યમાંનાં અને લગભગ ૬૦ સમરાઇશ્ચકહાનાં છે.
મૂળ – પ્રસ્તુત ગ્રન્થમાં અપાયેલાં અવતરણોનાં મૂળ તરીકે હું નિમ્નલિખિત ગ્રન્થો જૈન તેમજ અજૈન એમ બે વિભાગમાં ગણાવું છું :
૬. સરખાવો :
“दर्शितेयं यथाशास्त्रं नैगमस्य नयस्य दिक् ।
વિહેતુ: શ્રી યશોવિનયવાd: II” પત્ર ૧૮ આ. ૧. ધમ્મપરિકખાની સ્વોપલ્લવૃત્તિમાં આશરે ૫૫૦ અવતરણો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org