________________
યશોદોહન : ખંડ–૨
૧૧૯
પ્રાપ્ત થઈ નથી. આ કૃતિઓનાં નામ વિચારતાં એમાં સ્યાદ્વાદનું તલસ્પર્શી અને ઝીણવટભર્યું વિવેચન હશે એમ લાગે. લઘુ (?) - સ્યાદ્વાદ-રહસ્યની રચના વિ. સં. ૧૭૦૧માં કપડવંજ (કપડવણજ, સં. કર્પટવાણિજ્ય)ની પાસે આવેલા આંતરોલી ગામમાં કરાઈ હતી.
આ કે બીજાં બે સ્યાદ્વાદરહસ્યમાંથી કોઈ એકનો ઉલ્લેખ સ્યાદ્વાદકલ્પલતા (પત્ર )માં છે.
રસ્યાદ્વાદરહસ્ય (લઘુ) વિ. સં. ૧૭૦૧) – આની તેર પત્રની એક સંપૂર્ણ હાથપોથી મળે છે. એમાં પ્રસ્તુત કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે : “ऐंकारस्फारमन्त्रस्मरणकरणतो याः स्फुरन्ति स्ववाचः स्वच्छास्ताः कर्तुमिच्छुः सकलसुखकरं पार्श्वनाथं प्रणम्य | वाचाटानां परेषां प्रलपितरचनोन्मूलने बद्धकक्षो वाचां श्रीहेमसूरेर्विवृतिमतिरसोल्लासभाजां तनोमि ॥ १ ॥”
અંતમાં પ્રશસ્તિનાં નવ પદ્યો છે. નવમું પદ્ય નીચે મુજબ છે : “स्याद्वादरहस्यमिदं व्यधायि तत्पादपद्मभृङ्गेण ।
जसविजयाभिधगणिना शिष्येण नवीनतर्कधियै ॥ ९ ॥"
એના પછી નીચે પ્રમાણે ઉલ્લેખ છે :
" इति श्रीस्याद्वाद रहस्यग्रंथ: संपूर्णः संवत् १७०१ वर्षे गणिजसविजयेनान्तरपल्यां कृत इति श्रेयः । "
એ પછી બે પદ્યો નીચે મુજબ છે :
"अंतरपल्यां प्रकरणमेतदनुस्मृत्य तर्कशास्त्राणि । अध्यात्ममतपरीक्षादीक्षादक्षो यतिर्व्यतनोत् ॥ १ ॥
स्वैरमिदमुपादातुं कृतत्वरा एव सज्जना जगति । परहितमात्रैकफला गुणगृह्यानां यतो वृत्तिः ॥ २ ॥”
૧. ન્યા. ય. સ્મૃના આમુખ (પૃ. ૧૨)માં આ નોંધ છે તે વાસ્તવિક છે.
૨. આ નામ પ્રશસ્તિના નવમા પદ્યમાં તેમજ હાથપોથીના પ્રારંભગત ભાગમાં દર્શાવાયું છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org