________________
યશોદોહન: ખંડ-૨
૧૨૧ સ્યાદ્વાદરહસ્ય (મધ્યમ ) - આની ૨૫ પત્રની હાથપોથીમાં પ્રારંભમાં કલ્યાણવિજયગણિના શિષ્ય પં. લાભવિજયગણિના શિષ્ય ૫. જીતવિજયગણિના સતીર્થ ન વિજયગણિ એમ કહી નયવિજયને નમસ્કાર કર્યાનો ઉલ્લેખ છે. ત્યાર બાદ એક પદ્ય છે. એ લઘુસ્યાદ્વાદરહસ્યની સાથે લગભગ સવશે મળતું આવે છે. ફેર એટલો જ છે કે “તા: [મિચ્છુ” ને બદલે “પ્રતશ્ચિવકકું:” એવો પાઠ છે. આનાં પછીનાં બે પદ્યમાં અનુક્રમે વિજયદેવસૂરિ અને વિજયસિંહસૂરિની સ્તુતિ કરાઈ
આ હાથપોથીમાં મૂળનાં પ્રતીક અપાયાં છે.
નવ્ય ન્યાયની શૈલીએ રચાયેલી આ વૃત્તિમાં મણિકૃતના મતનું ખંડન છે.' પત્ર ૩ આમાં દીધિતિનો ઉલ્લેખ છે અને પત્ર ૧૩ અ માં ખંડન છે. પત્ર ૯ આ માં કોઈક કૃતિમાંથી બે પદો અવતરણરૂપે અપાયાં છે. વિશેષમાં પોતે રચેલી સ્તુતિમાંથી એક પદ્ય અવતરણરૂપે અપાયું છે (પત્ર ૧૨ આ). એવી રીતે પોતાની કોઈ કૃતિમાંથી એક અવતરણ પત્ર ૧૩ અ માં અપાયું છે.
આ વૃત્તિમાં નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ છે :
અધ્યાત્મમતપરીક્ષા (પત્ર ૨૪ આ), 'આગમ (પત્ર ૧૦ અ), ગુણસ્થાન ક્રમારોહ પત્ર ૨૪ આ), ધર્મસંગ્રહણી પત્ર ૨૪ આ) અને પ્રવચનસાર પત્ર ૧૩ અ).
આ પૈકી અધ્યાત્મમતપરીક્ષા સ્વકૃત છે.
વિષય – આ વૃત્તિમાં પ્રતિયોગિતાવિચાર, ધ્વંસના સ્વરૂપનું નિરૂપણ, અન્યોન્યાભાવાવ્યાખ્રવૃત્તિત્વની વ્યવસ્થા, ચક્ષની અપ્રાપ્યકારિતાની ચર્ચા, વૈશિસ્યવાદ, સમવાયનું નિરસન, દિગંબરોનો મત, ભેદભેદવાદ, એકાન્ત અનિત્યતાનાં દૂષણો અને સિદ્ધ પરમાત્મા ચરિત્રી કે નહિ એની ચર્ચા એમ વિવિધ બાબતો આલેખાઈ છે.
૧. જુઓ પત્ર ૨ અ, ૮ અ, ૮ આ (અવતરણ છે). ૨. આ પદ્ય પૂરેપૂરું નીચે મુજબ અપાયું છેઃ ___"एकत्र वृत्तौ हि विरोधमाजोर्येषामवच्छेदकभेदयाञ्चा ।
द्रव्यत्वपर्यायतयोविभेदं विज्ञानतां सा कथमस्तु वस्त्विति ॥" 3 "अण्णं घडाउ रूवं ण पुढो ति विसारदा ण ववहारो ।
भेदो उ णो पुधत्तं भेज्जदि ववहारबाधेणं ति ॥"
૪. આથી આવસ્મયની નિજુક્તિ અભિપ્રેત છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org