________________
૧૧૮
ઉલ્લેખ હોવાથી એ ગ્રન્થો કરતાં તો આ પહેલાં રચાયો છે :
અધ્યાત્મોપનિષદ્ (?), જ્ઞાનબિન્દુ, નયરહસ્ય, નયામૃતતરંગિણી અને પ્રતિમાશતકની સ્વોપજ્ઞ વૃત્તિ.
ન્યાય યાને તર્કશાસ્ત્ર
હાથપોથી – પ્રસ્તુત ગ્રન્થનું પ્રથમ પ્રકાશન કઈ કઈ હાથપોથીને આધારે કરાયું તેનો નિર્દેશ નથી. મેં પંજાબકેસરી' શ્રી વિજયવલ્લભસૂરિજી દ્વારા પંજાબના એક ભંડારની અનેકાન્તવ્યવસ્થાની એક હાથપોથી મેળવી જે મુદ્રણાલયપુસ્તિકા તૈયાર કરી હતી તેનો ઉપયોગ આ પ્રકાશનમાં કરાયો છે.
અનેકાન્ત પ્રવેશ આ કૃતિ યોવિજયગણિએ રચી છે એમ અષ્ટસહ૨ત્રીવિવરણ (પત્ર ૧૯ આ) જોતાં જણાય છે. એ અનુપલબ્ધ કૃતિના વિષય માટે હું એવી અટકળ કરું છું કે એ અનેકાન્તવાદના ગહન ગ્રંથમાં પ્રવેશ કરવા માટે જે બોધ આવશ્યક ગણાય તે મેળવવા માટેના મુદ્દાઓ એમાં વિચારાયા હશે.
સ્યાદ્વાદરહસ્ય અને વીતરાગસ્તોત્ર ભ્ર. ૮)ની વૃત્તિ – ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ વીતરાગસ્તોત્ર રચ્યું છે. એના ઉપર વિક્રમની ચૌદમી સદીમાં થયેલા પ્રભાનન્દસૂરિએ દુર્ગપદપ્રકાશ નામની વૃત્તિ, સોમોદયગણિએ વિ. સં. ૧૫૧૨માં એક ટીકા, રાજશેખર અને માણિક્યસાગરની એકેક ટીકા, મેઘરાજે વિ. સં. ૧૫૧૦માં અને નયસાગર (? નંદિસાગર)ગણિએ વિ. સં. ૧૫૨૫માં રચેલી અવસૂરિ ઇત્યાદિ વિવરણાત્મક સાહિત્ય યશોવિજયગણિની પૂર્વે રચાયું છે.
વીતરાગસ્તોત્રના બાર પદ્યમાં રચાયેલા આઠમા પ્રકાશમાં કહ્યું છે કે પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્ય છે, બે વિરુદ્ધ ધર્મ સાથે હોઈ શકે તેમજ ખરી રીતે અનેકાંતવાદ યાને સ્યાદ્વાદનો અજૈન દર્શનકારો તિરસ્કાર કરી શકે તેમ નથી, કેમકે બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક અને સાંખ્ય દર્શનોમાં પણ એક રીતે વિચારતાં સ્યાદ્વાદનો આશ્રય લેવાયો છે. આ બાબત યશોવિજયગણિએ આ પ્રકાશ ઉપરની પોતાની ત્રણ વૃત્તિમાં સ્પષ્ટ કરી છે. એ ત્રણે વૃત્તિનો સ્યાદ્વાદરહસ્ય તરીકે ઉલ્લેખ કરાય છે.
આમ સ્યાદ્વાદરહસ્ય નામની ત્રણ કૃતિ છે : (૧) લઘુ, (૨) મધ્યમ અને (૩) બૃહદ્. તેમાં પ્રથમ કૃતિ સંપૂર્ણ મળે છે, જ્યારે બીજી બે હજી સુધી તો પૂરેપૂરી
૧. દ્વિતીય પ્રકાશનમાંથી મૂળ કૃતિ તો પ્રથમ પ્રકાશનને જ આભારી છે. ૨. અનેકાન્તવાદ પ્રવેશ નામની એક કૃતિ હિરભદ્રસૂરિએ રચી છે અને એ છપાયેલી છે. ૩. આની પ્રશસ્તિમાં પ્રભાનંદનો પ્રતિભાસમુદ્ર’ અને મુનીશ્વર’ તરીકે ઉલ્લેખ છે તો શું આ એમનું પોતાનું કથન છે ?
૪. આ ત્રણે અપ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org