SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ યશોદોહન : ખંડ–૨ ૧૧૯ પ્રાપ્ત થઈ નથી. આ કૃતિઓનાં નામ વિચારતાં એમાં સ્યાદ્વાદનું તલસ્પર્શી અને ઝીણવટભર્યું વિવેચન હશે એમ લાગે. લઘુ (?) - સ્યાદ્વાદ-રહસ્યની રચના વિ. સં. ૧૭૦૧માં કપડવંજ (કપડવણજ, સં. કર્પટવાણિજ્ય)ની પાસે આવેલા આંતરોલી ગામમાં કરાઈ હતી. આ કે બીજાં બે સ્યાદ્વાદરહસ્યમાંથી કોઈ એકનો ઉલ્લેખ સ્યાદ્વાદકલ્પલતા (પત્ર )માં છે. રસ્યાદ્વાદરહસ્ય (લઘુ) વિ. સં. ૧૭૦૧) – આની તેર પત્રની એક સંપૂર્ણ હાથપોથી મળે છે. એમાં પ્રસ્તુત કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે : “ऐंकारस्फारमन्त्रस्मरणकरणतो याः स्फुरन्ति स्ववाचः स्वच्छास्ताः कर्तुमिच्छुः सकलसुखकरं पार्श्वनाथं प्रणम्य | वाचाटानां परेषां प्रलपितरचनोन्मूलने बद्धकक्षो वाचां श्रीहेमसूरेर्विवृतिमतिरसोल्लासभाजां तनोमि ॥ १ ॥” અંતમાં પ્રશસ્તિનાં નવ પદ્યો છે. નવમું પદ્ય નીચે મુજબ છે : “स्याद्वादरहस्यमिदं व्यधायि तत्पादपद्मभृङ्गेण । जसविजयाभिधगणिना शिष्येण नवीनतर्कधियै ॥ ९ ॥" એના પછી નીચે પ્રમાણે ઉલ્લેખ છે : " इति श्रीस्याद्वाद रहस्यग्रंथ: संपूर्णः संवत् १७०१ वर्षे गणिजसविजयेनान्तरपल्यां कृत इति श्रेयः । " એ પછી બે પદ્યો નીચે મુજબ છે : "अंतरपल्यां प्रकरणमेतदनुस्मृत्य तर्कशास्त्राणि । अध्यात्ममतपरीक्षादीक्षादक्षो यतिर्व्यतनोत् ॥ १ ॥ स्वैरमिदमुपादातुं कृतत्वरा एव सज्जना जगति । परहितमात्रैकफला गुणगृह्यानां यतो वृत्तिः ॥ २ ॥” ૧. ન્યા. ય. સ્મૃના આમુખ (પૃ. ૧૨)માં આ નોંધ છે તે વાસ્તવિક છે. ૨. આ નામ પ્રશસ્તિના નવમા પદ્યમાં તેમજ હાથપોથીના પ્રારંભગત ભાગમાં દર્શાવાયું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy