________________
૧૧૨
ન્યાય યાને તર્કશાસ્ત્ર
એવી બને. મણિ શોધવા માટે સો પુટ અપાય છે અને એ દરેક પુટ સાચું છે.
વિષ વગેરે પાંચ પ્રકારની ક્રિયાઓમાં પહેલી ત્રણ ત્યાજ્ય છે, જ્યારે છેલ્લી બે ગ્રાહ્ય છે. અમૃત-ક્રિયા સર્વથા દોષથી મુક્ત છે.
જેમ ચક્રવર્તીનું ભોજન ન મળે ત્યાં સુધી પોતાનું સામાન્ય ભોજન ન છોડવું ઘટે તેમ નિશ્ચય-નયના ફ્ળરૂપ કેવલજ્ઞાન મળે નહિ ત્યાં સુધી વ્યવહાર ત્યજવો ન જોઈએ.
વ્યવહાર પુણ્યનો હેતુ છે. એ પુણ્ય પાપને બાળે.
ભવ્ય જીવ જો ક્રિયાવાદી હોય તો એ જ એક પુદ્ગલપરાવર્તમાં મોક્ષે જાય. કેવળ સમ્યક્ત્વથી મોક્ષ ન મળે, વિરતિ જોઈએ. શ્રેણિકનું દૃષ્ટાંત આપનારે યાદ રાખવું ઘટે કે એ વિરતિથી રહિત હોવાથી નરકગતિ દૂર ન કરી શક્યા. જો કે એઓ સમ્યક્ત્વના બળે મોક્ષે જના૨ છે.
સમ્યક્ત્વ વિરતિને તાણી લાવે. વધુમાં વધુ બેથી નવ પલ્યોપમ જેટલી વાર લાગે. આનંદ જેવાને તો સમ્યક્ત્વની સાથે જ વિરતિની પ્રાપ્તિ થઈ હતી.
બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધા વિનાના લવસત્તમ દેવો વ્રતી ન ગણાય. અવિરત દશા હોય તો પાપ ન કરાય તો યે પાપ લાગે,
વ્યવહા૨-નય પ્રમાણે સેવક-સેવ્યભાવ છે. શુદ્ધ આત્માની દૃષ્ટિએ સીમંધરસ્વામી અને કર્તા સમાન છે.
જેને સર્વે નદીઓનાં જળ સમુદ્રમાં ભળી જાય તેમ અખંડ બ્રહ્મ અને સખંડ બ્રહ્મ ધ્યાનમાં ભેગા થઈ જાય.
ઉલ્લેખ – આ સ્તવનમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે :
આવશ્યકભાષ() (ઢા. ૩), ઉપદેશમાલા (ઢા. ૩), દશાચૂર્ણિ (ઢા. ૨), ધર્મસંગ્રહણી (ઢા. ૨), પંચવસ્તુ (ઢા. ૨), યોગબિન્દુ (ઢા. ૨) અને વ્યવહારભાષ્ય (ઢા. ૧).
જ્ઞાનક્રિયાની સજ્ઝાય – આ નામની એક કૃતિ ઉપાધ્યાયજીએ રચ્યાનું કેટલાક કહે છે. એ જોયા વિના શું કહી શકાય ? એમાં ગુજરાતીમાં જ્ઞાન-નય અને ક્રિયાનયનું સ્વરૂપ સમજાવાયું હશે. જો એમ જ હોય તો જસવિલાસનું ૩૬મું પદ સંતુલનાર્થે વિચારવું ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org