________________
૧૦૮
ન્યાય યાને તર્કશાસ્ત્ર આ સ્પષ્ટીકરણમાં નવ્ય ન્યાયની ઝલક છે. વળી મથુરાનાથના મતનું નિરસન છે પૃ. ૮૫). પૃ૧૪૭માં અનેકાન્ત વ્યવસ્થાનો ઉલ્લેખ છે. ન્યાયસિદ્ધાન્તમંજરી ગત શબ્દખંડની યશોવિજયજી ગણિએ રચેલી ટીકામાં નયામૃતતરંગિણીનો ઉલ્લેખ છે.
તરંગિણીતરણી – આ નયામૃતતરંગિણીના સ્પષ્ટીકરણરૂપ સંસ્કૃત વૃત્તિ છે. એ શ્રી વિજયલાવયસૂરિજીએ રચી છે.
પર્યાય – આ નવોપદેશની સંક્ષિપ્ત ટીકા છે. એ ભાવપ્રભસૂરિની રચના
નયની અપેક્ષાએ સામાયિક – જસવિલાસના ૩૫મા પદ માટે આ પ્રમાણેનું શીર્ષક ગૂ. સા. સં. વિ. ૧, પૃ ૧૬૮)માં અપાયું છે. આ પાઠ કડીના આધ્યાત્મિક પદમાં નૈગમાદિ સાત નયોની અપેક્ષાએ સામાયિક કોને કહેવાય એ વાત ટૂંકમાં દર્શાવાઈ છે.
સંતુલન – વિવાહપણત્તિ (સયગ ૧, ઉદેસંગ ૯, સુત્ત ) માં આત્મા એ જ સામાયિક છે એમ કહ્યું છે.
"શાંતિજિન સ્તવન (વિ. સં. ૧૭૩૨ કે ૧૭૩) – આ ગુજરાતી કૃતિ ભિન્ન ભિન્ન દેશીમાં રચાયેલી છ ઢાલમાં વિભક્ત છે અને અંતે એક પદ્યનો કલશ' છે. છ ઢાલમાં અનુક્રમે ૫, ૬, ૯, ૭, ૧૦ અને ૯ કડી છે. કલશની એક કડી ગણતાં આ સ્તવનમાં ૪૭ કડી છે. એનું રચનાવર્ષ યુગ-ભુવન-સંયમ એવા શબ્દાંક દ્વારા કલશ'માં દર્શાવાયું છે. યુગના બે તેમ જ ચાર એમ બંને અર્થ થાય છે એટલે રચનાવર્ષ વિ. સં. ૧૭૩૨ કે ૧૭૩૪ ગણાય. ૧. આમાં અવચ્છેદકાવચ્છિન્નની અવિચ્છિન્ન પરંપરા જોવાય છે, જ્યારે પ્રાચીન ન્યાયવિષયક
લખાણમાં વિકલ્પોની સતત પરંપરા નજરે પડે છે. નવ્ય ન્યાયના શ્રીગણેશ ઉપાધ્યાય ગંગેશે વિક્રમની બારમી સદીમાં તત્ત્વચિન્તામણિ ગ્રંથ રચીને માંડવ્યા. આગળ જતાં પક્ષધર મિશ્ર અને રઘુનાથ શિરોમણિએ તેનો વિશેષ પ્રચાર કર્યો અને ભટ્ટાચાર્ય જગદીશ અને
ગદાધરના સમયમાં આ નવીન પદ્ધતિ ખૂબ પ્રતિષ્ઠિત બની. ૨. જુઓ આની પૃ. જેમાં નિર્દેશાયેલી હાથપોથી પત્ર ૨૧ આ). ૩-૪. બંને કૃતિઓ પ્રકાશિત છે. ૫. આ સ્તવન ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૯૨૦૫)માં છપાવાયું છે. ૬. આ સ્તવનની રૂપરેખા મેં સીમધર-જિન-વિનતિની વિચારણાની સાથે ભેગી મારા લેખ નામે ‘વાચક જશનાં નિશ્ચય અને વ્યવહારને અંગેનાં સ્તવનોમાં આલેખી છે. આ લેખ “આ. પ્ર.” પુ. ૫૫, . માં છપાયો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org