________________
યશોદોહનઃ ખંડ-૨
૧૦૧ આગમ એ પાંચ પ્રકારનું સ્વરૂપ, સ્મરણનું પ્રામાણ્ય પ્રત્યભિજ્ઞાનમાં અનુમાનાદિનો અંતભવ, હેતુ અને સાધ્યના સ્વરૂપ સંબંધી ચર્ચા, દત્તની આવશ્યકતા, ત્રણ હત્વાભાસો, સપ્તભંગીનું તેમજ સકલાદેશ, વિકલાદેશ અને એનાં કારણરૂપ કાલાદિનું નિરૂપણ એમ વિવિધ બાબતો આલેખાઈ છે.
દ્વિતીય પરિચ્છેદમાં નયનું લક્ષણ તેમજ સાત નવો અને નયાભાસોની સમજણ અપાઈ છે. વિસ્તારથી કહું તો અર્પિત, અનર્પિત, વ્યવહાર, નિશ્ચય અને જ્ઞાન-ક્રિયાને લગતા નયોની વિચારણા છે.
તૃતીય પરિચ્છેદમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપોનાં સ્વરૂપ અને પ્રયોજનનું નિરૂપણ છે. વળી એમાં નિક્ષેપોનો નયોમાં અવતાર કરાયો છે અને અંતમાં જીવને અંગે નિક્ષેપો વિચારાયા છે.
પ્રેરણા - કેશવમિશ્ર અને પ્રજ્ઞાકરગુપ્ત તર્કભાષા નામની એકેક કૃતિ રચી છે. એ ઉપરથી પ્રેરણા મેળવી. યશોવિજયજી ગણિએ તર્કભાષા રચી એમ લાગે છે.
ઉલ્લેખ – તર્કભાષામાં કેટલાક પ્રન્યો અને પ્રખ્યકારોનો ઉલ્લેખ છે. એમાં યશોવિજયજી ગણિ કૃત ન રહસ્યનો ઉલ્લેખ પૃ. ૨૯માં છે. વાયદીપિકાના કર્તા દિ. ધર્મભૂષણનો નામોલ્લેખ પૃ. ૧૧માં છે. એમનો સંક્ષિપ્ત પરિચય મેં ઉપોદઘાતમાં આપ્યો છે.
અવતરણો – તર્કભાષામાં તેર અવતરણો અપાયાં છે. એનાં મૂળ તરીકે નિમ્નલિખિત ગ્રન્યો છે.
અણુઓગદાર, તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પરીક્ષામુખ, પ્રમાણનયતત્તાલોક, પ્રમાણવાર્તિક, લઘીયત્રયની સ્વોપજ્ઞ વિવૃતિ, વિરોસા. તેમજ શ્લોકવાર્તિક (કુમારિકનું). નિમ્નલિખિત બે અવતરણોનાં મૂળ જાણવામાં નથી :
धूमाधीवह्निविज्ञानं भने पयोऽम्बुभेदी हंसः स्यात् । તાત્પર્યસંગ્રહો – આ વિસ્તૃત વૃત્તિ સંસ્કૃતમાં પં. સુખલાલે રચી છે.
બાલાવબોધ – પ્રથમ કાગળ (પૃ. ૧૦૫) વિચારતાં અને ન્યા. ય. ઍ. પૃ. ૧૭૫)માંનો ઉલ્લેખ જોતાં આ રચાયો હોય એમ લાગે છે એ મળે છે ખરો ?
ન્યાયસિદ્ધાન્તમંજરી અને એની ટીકા - ન્યાયસિદ્ધાન્તમંજરીને
૧. આ કૃતિ એના ઉપર યાદવાચાર્યે રચેલી ન્યાયમંજરીસાર નામની સંસ્કૃત ટેકા સહિત E.J. | Lazarus & Co. માટે ભગવતીપ્રસાદે વિ.સં. ૧૯૭૨ (ઈ.સ. ૧૯૧૬)માં છપાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org