________________
પ્રકરણ ૨
ન્યાય યાને તર્કશાસ્ત્ર
ન્યાય યાને તર્કશાસ્ત્ર કિંવા આન્વીક્ષિકી વિદ્યા-બુદ્ધિનો વિકાસ કરે છે, પ્રજ્ઞાના નવનવા ઉન્મેષમાં વૃદ્ધિ કરે છે, વસ્તુના યથાર્થ રહસ્ય ઉપર પ્રકાશ પાડે છે અને સત્યનું માર્ગદર્શન કરાવે છે.
જૈન ન્યાય એટલે પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી, સકલાદેશ, વિકલાદેશ અને સ્યાદ્વાદ પૈકી એક કે એથી વધારેની વિચારણા.
"તર્ક ભાષા – આ સંસ્કૃત કૃતિનો પ્રારંભ એક પદ્યથી અને એનો અંત ચાર પદ્યની પ્રશસ્તિથી કરાયેલ છે, જ્યારે બાકીનું લખાણ ગદ્યમાં છે. સમગ્ર કૃતિ ત્રણ પરિચ્છેદોમાં વિભક્ત છે. એ પરિચ્છેદો અનુક્રમે પ્રમાણ, નય અને નિક્ષેપને લગતા
પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ, પ્રમાણ અને ફળમાં અભેદ, પ્રત્યક્ષ પ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એવા બે ભેદો, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં તફાવત, મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર પ્રકાર, મન અને નેત્રની અપ્રાપ્યકારિતાનું સમર્થન, મતિજ્ઞાનના બહ, બહુવિધ ઈત્યાદિ પ્રકારો, શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ, સંજ્ઞાક્ષરાદિ ત્રણ ભેદ, પારમાર્થિક પ્રત્યક્ષના અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન નામના ત્રણ પ્રકારોનું નિરૂપણ, યોગધર્મજન્ય જ્ઞાનમાં અને કેવળજ્ઞાનમાં તફાવત, પરોક્ષ પ્રમાણનાં લક્ષણ અને સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને ૧. આ કૃતિ જૈનતર્કભાષાના “ન્યા. ય. ગં.માં" પત્ર ૧૧૪ અ-૧૩૨ આ માં છપાવાઈ છે.
ત્યાર બાદ આ જ નામથી આ કૃતિ “ર્સિ. જે. ચં."માં ઈ. સ. ૧૯૩૮માં પ્રસિદ્ધ કરાઈ છે. એ સંસ્કરણમાં પં. સુખલાલ કૃત “તાત્પર્ય સંગ્રહ' નામની સંસ્કૃત વૃત્તિ, મૂળ કૃતિગત વિશેષનામોની, પારિભાષિક શબ્દોની અને અવતરણોની એકેક સૂચિરૂપ ત્રણ પરિશિષ્ટ તેમજ ઉપર્યુક્ત વૃત્તિગત વિશેષનામોની સૂચિરૂપ ચોથું પરિશિષ્ટ તથા પ્રારંભમાં હિન્દી
પરિચય અને યશોવિજય ગણિત ગ્રન્થોની સૂચિ અપાયાં છે. ૨. પ્રથકારે આ નામ શરૂઆતમાં સૂચવ્યું છે ખરું, પરંતુ એમના એક કાગળમાં (જુઓ
ગૂ. સા. સં.ના દ્વિતીય વિભાગનું પૃ. ૧૦૩) જૈન તકભાષા નામ દર્શાવ્યું છે. જૈન
તર્કપરિભાષા એવું નામ કેટલાક દર્શાવે છે તે ભ્રાન્ત જણાય છે. ૩. આને અંગેના ૩૫ પ્રશ્નો માટે જુઓ ન્યા. ય. મૃ. ૫. ૧૯૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org