________________
યશોદોહનઃ ખંડ-૨
"જ્ઞાનાર્ણવ – આ જ્ઞાનબિન્દુ અને સ્યાદ્વાદકલ્પલતા તેમજ ન્યાયાલોક કરતાં પહેલી રચાયેલી સંસ્કૃત કૃતિ છે. એ પદ્યાત્મક કૃતિ હજી સુધી તો પૂરેપૂરી મળી આવી નથી. અત્યારે તો એના ચાર જ તરંગો અને તેમાં પણ છેલ્લા ત્રણ તો ખંડિત ઉપલબ્ધ છે. પ્રથમ તરંગમાં ૫૮ + ૩ પદ્યો છે. બીજામાં ૯૩ છે, પરંતુ પદ્ય ૧૮૨૪ અને ૪૧-૯૩ અનુપલબ્ધ છે. ત્રીજા તરંગમાં પહેલાં ચાર પદ્યો તેમજ પદ્ય ૨૧-૫૯ ખૂટે છે. ચોથા તરંગમાં પહેલા ર૯ પદ્યો અને ૩૧મું પદ્ય ખૂટે છે; એનાં પદ્ય ૩૦, ૩ર અને ૩૩ એ ત્રણ જ ઉપલબ્ધ છે.
આ જ્ઞાનાર્ણવમાં મતિ વગેરે પાંચ જ્ઞાનો વિષે વિસ્તૃત નિરૂપણ છે.
સ્વપજ્ઞ ટીકા – જ્ઞાનાર્ણવની ગહનતા જોઈને કર્તાએ એના ઉપર ટીકા રચી હશે. એ ટીકા પૂરી મળે છે કે અંશતઃ કે સર્વથા અનુપલબ્ધ છે તે જાણવું બાકી રહે છે. ગમે તેમ એ ટીકા અમુદ્રિત છે.
૧. આ મૂળ કૃતિ જે. ઍ. પ્ર. સભા” તરફથી વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત કરાઈ છે. ૨. આમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાનબિન્દુ મૃ. ૧૬), સ્યાદ્વાદકલતા (પત્ર ૨૦ અ).
અને ન્યાયાલોકમાં જ્ઞાનાર્ણવ જોવાની ભલામણ કરાઈ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org