________________
૧૦૪
ન્યાય યાને તર્કશાસ્ત્ર
(યશોવિજયજી ગણિકત) અલંકાર-ચૂડામણિ વિવરણ પત્ર 2 આ), અસહસી વિવરણ (પત્ર ૬ આ અને ૨૨ આ), (ઉદયનાચાર્યકૃત) કુસુમાંજલિ (પત્ર ૫ અ), (યશોવિજયજી ગણિકત) નયામૃતતરંગિણી પત્ર ૨૧ આ) અને વિશેષાવશ્યકભાષ્ય (પત્ર ૧૨ અ).
સિદ્ધાન્તમંજરીની ઉપર્યુક્ત ટીકામાં કેટલાક ગ્રંથકારોનો ઉલ્લેખ છે. દા. ત. ઉદયનાચાર્ય પત્ર ૫ અ અને ૧૦ અ), ચિન્તામણિકત (પત્ર ૭ આ, ૧૩ આ), પક્ષધર મિશ્ર પત્ર ૨ આ), પ્રભાકર પત્ર ૧૧ એ), ભટ્ટ પત્ર ૯ આ), ભટ્ટાચાર્ય પત્ર ૮ અ, ૨૪ અ), ભૂષણકાર પત્ર ૭ અ૨૧ આ), મણિકતુ પૃ. ૧૮ અ), મનું પત્ર ૪ આ), મિશ્ર પત્ર ૭ આ, ૧૪ અ) અને મહેમસૂરિ (પત્ર ૧૫ અ).
સપ્તભંગી-નયપ્રદીપ – આ સંસ્કૃત કૃતિનો પ્રારંભ એક પદ્યથી કરાયો છે. બાકીનું લખાણ ગદ્યમાં છે. આ સમગ્ર કૃતિ બે સર્ગમાં વિભક્ત કરાઈ છે. પ્રથમ સર્ગનું નામ “સપ્તભંગી-સમર્થન છે." બીજાનું નામ “નયપ્રદીપ' હોય એમ લાગે છે." પ્રથમ સર્ગમાં સપ્તભંગી જાણવાની આવશ્યકતા, સપ્તભંગીનું લક્ષણ, સાત ભંગ (ભાંગા)નું સ્વરૂપ, સપ્તભંગીના પ્રત્યેક ભંગના સકલાદેશ અને વિકલાદેશ એવા બે પ્રકારો તેમજ કાલાદિ આઠનો નિર્દેશ એમ વિવિધ બાબતોનું નિરૂપણ છે.
દ્વિતીય સર્ગમાં નયનાં છ ભિન્ન ભિન્ન લક્ષણો, જિનમતમાં કથનની સાપેક્ષતા, નયાભાસનું લક્ષણ, નયના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે પ્રકારો, દ્રવ્યનાં લક્ષણ, સ્વભાવ-પર્યાય અને વિભાવ-પર્યાય, પર્યાયનું લક્ષણ અને એના બાર પ્રકારો, દ્રવ્યના સામાન્ય દસ ગુણ અને વિશેષ સોળ ગુણ, દ્રવ્યાર્થિક નયના દસ ભેદ, પર્યાયના ચાર પ્રકાર, પર્યાયાર્થિક નયના છ પ્રકારો, ગુણાર્થિક નયનો અસંભવ, સામાન્યના બે પ્રકાર અને એનાં લક્ષણ, નયોની અપેક્ષા અનુસાર વિવિધ સંખ્યા, ૧. આમાંથી એક અવતરણ અપાયું છે. ૨. એમના નામોલ્લેખપૂર્વક નીચે મુજબનું અવતરણ અપાયું છેઃ
“સોલ્વોપ્રોવિનિર્મિતવૈજ્ઞાનિસબ્યુજેન ધ્યાયિતૃત્વમેવ પ્રથોનનું” – પત્ર ૧૫ અ. ૩. આ કૃતિ નયપ્રદીપ નામથી ન્યા. ય. ચં.માં પત્ર ૯૫ અ-૧૦૫ આ, માં છપાઈ છે. ત્યારબાદ
આ કૃતિ સપ્તભંગી-નયપ્રદીપ-પ્રકરણના નામથી શ્રી વિજયલાવણયસૂરિજીએ રચેલી બાલબોધિની નામની વિવૃતિ અમદાવાદની “જૈન પ્રકાશક સભા” તરફથી વિ. સં. ૨૦૦૩માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪. નયપ્રદીપના નામથી આ કૃતિ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૨૦૪)માં નોંધાઈ છે. અહીં એનો
રચનાસમય વિ. સં. ૧૬૬ પનો દર્શાવાયો છે તે મને તો ભાન્ત જણાય છે. ૫. જુઓ દ્વિતીય પ્રકાશન પૃ. ૨૩) ૬. એજન, પૃ. ૧૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org