________________
થશોદોહનઃ ખંડ-૨
૧૦૩ ન્યાયસિદ્ધાન્તમંજરીભૂષા નામની ટીકા રચી છે.
(૨) શ્રીકૃષ્ણન્યાયાલંકાર લ. ઈ. સ. ૧૬૫૦) એમણે ન્યાયસિદ્ધાન્તમંજરી ઉપર ભાવદીપિકા નામની ટીકા રચી છે.
આ ઉપરાંત બે ટકાકારનાં નામ હું નોધું છુંઃ (૧) નૃસિંહ વ્યાસના પુત્ર યાદવ અને (૨) ન્યાયાચાર્ય યશોવિજયજીગણિ. યાદવે પોતાની ટીકાને પ્રારંભમાં મંજરીકૌતુક કહી છે. મુદ્રિત પુસ્તકમાં એનો ન્યાયમંજરીસાર તરીકે ઉલ્લેખ છે. આ સંસ્કૃત ટીકાના પ્રારંભમાં છ પદ્યો છે.
ઉપર્યુક્ત ચારે ખંડો ઉપર યશોવિજયજી ગણિએ ટીકા રચી હતી કે કેમ તે એક પ્રશ્ન છે. અત્યારે તો શબ્દ-ખંડ પૂરતી અને અપૂર્ણ જણાતી ટીકાની એક હાથપોથી મળે છે. એમાં “હું નમઃ” એવા ઉલ્લેખપૂર્વક આ ટીકાનું આદ્ય પદ્ય નીચે મુજબ અપાયું છે :
"तात्पर्यव्यपदेशपेशलनयस्याद्वादमीमांसया, विक्षेपण्यभिधानविश्रुतकथाप्रामाण्यमुद्राङ्किता । सन्देहव्यपनोदनाय सुधियामेकादशानामपि, શ્રીવીઝ ટુવ પ્રટિતો વેલધ્વનિ. પતિ : / 9 ''
આ લગભગ ૧૨૦૦ શ્લોક જેવડી ટીકામાં સિદ્ધાન્તમંજરીના પ્રતીક આપી એનું સ્પષ્ટીકરણ કરાયું છે. તેમ કરતી વેળા વિવિધ મતો દર્શાવાયા છે અને કેટલાકનું ખંડન કરાયું છે. શરૂઆતમાં ઉપર્યુક્ત મંગલાચરણ બાદ ઉપમાનરૂપ પ્રમાણની ચર્ચા થઈ ગયા પછી શબ્દરૂપ પ્રમાણની ચર્ચા કરવાની પ્રતિજ્ઞા કરાય છે એમ કહી અર્થના અર્થની વિચારણા કરાઈ છે. ત્યાર પછી નિરૂપણ, શબ્દ, જન્ય, અસંભવ, આપ્ત, સંકેત વગેરે શબ્દો સમજાવાયા છે. અમુક ચર્ચા પૂરી થતાં “તિ હિ એવો ઉલ્લેખ કરાયો છે.
પ્રસ્તુત ટીકામાં નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ છેઃ
૧. જુઓ પૃ. ૪૮૩. ૨. આમાં ચોવીસ પત્રો છે અને અક્ષર મોટા અને વિશદ છે. - ૨૪ x ૨ x ૧૬ x ૫૦ - ૧૨%
૩૨ ૪. દા.ત. અર્થવાદ વાક્ય, લૌકિક વાક્ય, વૈદિક વાક્ય અને વિધિવાક્ય સંબંધી મીમાંસકોનું
મંતવ્ય, વૈયાકરણોનો સમાસશક્તિવાદ પત્ર ૨૦ આ-૨૧ આ) અને વિશિષ્ટ લક્ષણાવાદ
પત્ર ૨૨ અ). Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org