________________
૯૬
જ્ઞાનમીમાંસા
બ્રહ્મવિષયાવૃત્તિનું ખંડન, શ્રુતિ અને સ્મૃતિનાં વાક્યોની જૈન મતને અનુકૂળ વ્યાખ્યા તેમજ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કેટલીક વિચારણા.
વિશેષતા - હવે પ્રશસ્તિગત વિષય વિષે હું થોડુંક કહું તે પૂર્વે જ્ઞાનબિન્દુની એક વિશેષતા હું નોંધું છું. એ એ છે કે સમ્મઈ-પહરણના જ્ઞાનકાંડમાંની ગા. ૩, ૪, ૨૨ અને ૩૦ની વ્યાખ્યા અભયદેવસૂરિજીએ આ ગ્રન્થ ઉપરની પોતાની ટીકા નામે વાદ મહાર્ણવમાં આપી છે. તે વ્યાખ્યાઓની સમાલોચના કરી એમાં ત્રુટિ દર્શાવી એની નવીન વ્યાખ્યા ઉપાધ્યાયજીએ આપી છે."
કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગને અંગે ત્રણ પક્ષ જોવાય છે:
(૧) કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ભિન્ન છે અને પ્રથમ સમયે કેવલજ્ઞાનરૂપ ઉપયોગ હોય છે તો દ્વિતીય સમયે કેવલદર્શનરૂપ ઉપયોગ હોય છે. આમ આ ક્રમ' પક્ષ છે અને એના પુરસ્કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે.
(૨) કેવલજ્ઞાન અને કેવલદર્શન એક સાથે યુગપતું હોય છે, નહિ કે એક સમયના અંતરે. આ યૌગપદ્ય પક્ષના પુરસ્કર્તા મલ્યવાદી ક્ષમાશ્રમણ છે.
(૩) કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ વચ્ચે કશો તાત્ત્વિક ભેદ નથી. આ “અભેદ પક્ષના પુરસ્કર્તા વાદિમુખ્ય સિદ્ધસેન દિવાકર છે.
મલયગિરિસૂરિએ નંદીની ટીકા પત્ર ૧૩૪)માં સિદ્ધસેન દિવાકરને યૌગપધ” પક્ષના પુરસ્કત કહ્યા છે તે અભ્યાગમને આભારી છે એમ ઉપાધ્યાયજીએ આ ભિન્નતાનો તોડ કાઢ્યો છે. વિશેષમાં એમણે ઉપર્યુક્ત ત્રણ પક્ષ પૈકી અભેદ પક્ષનું સમર્થન કર્યું છે અને બીજા બેનું નિરસન કર્યું છે. આગળ જતાં રુચિરૂપ દર્શન તે સમ્યજ્ઞાન જ છે એમ એમણે પ્રતિપાદન કરી નવ પદ્યની પ્રશસ્તિ આપી છે. એનાં બીજા અને ચોથા પદ્ય ખાસ મહત્ત્વનાં છે. બીજા પદ્યમાં એમણે ઉપયોગ અંગેના ત્રણ પક્ષના પુરસ્કર્તાઓનાં કથનનો સમન્વય સાધ્યો છે. એમણે કહ્યું છે કે મલ્લવાદીઓ ભેદને સ્વીકારનારા “વ્યવહારનયનો, જિનભદ્રગણિએ કારણ અને ફળની સીમામાં શુદ્ધ “જુસૂત્ર'નો અને સિદ્ધસેન દિવાકર ભેદનો ઉચ્છેદ માનનાર સંગ્રહનો આશ્રય લીધો છે. આમ નયભેદને લઈને ત્રણે આચાર્યનાં કથનમાં ભિન્નતા છે એટલે કે એ અસંગત નથી. પાંચમા પદ્યમાં નીચે મુજબના ત્રણ વિકલ્પોનું સૂચન
૧. જુઓ “પરિચય" પૃ૬૨) અને જ્ઞાનબિન્દુની કંડિકા ૧૦૪-૧૦૬, ૧૧૦, ૧૪૮ અને
૧૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org