________________
ઉપખંડ ૩
દાર્શનિક સાહિત્ય
પ્રકરણ ૧
જ્ઞાનમીમાંસા
જ્ઞાનબિન્દુ (ઉ. વિ. સં. ૧૭૩૧) આ સંસ્કૃત પ્રકરણ ૧૨૫૦ શ્લોક જેવડું છે. એના પ્રારંભમાં એક પદ્ય અને અંતમાં પ્રશસ્તિરૂપે નવ પદ્યો છે. એ બાદ કરતાં બાકીનો ભાગ ગદ્યમાં છે. આના મુખ્ય વિષયો આઠ છે : (૧) સામાન્ય ચર્ચા દ્વારા જ્ઞાનનો પીઠિકાબલ્પ. (૨) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિષે ચર્ચા, (૩) અવધિજ્ઞાનની ચર્ચા, (૪) મન:પર્યાયજ્ઞાનની ચર્ચા, (૫) કેવલજ્ઞાનની ચર્ચા, (૬) બ્રહ્મજ્ઞાનની સમીક્ષા, (૭) કેવલજ્ઞાન અને કેવલદર્શનના ભેદભેદની ચર્ચા અને પ્રશસ્તિ. હવે આ બાબત હું થોડાક વિસ્તારથી દર્શાવું છું
જ્ઞાનનું લક્ષણ, સંપૂર્ણ જ્ઞાનના પ્રતિબન્ધક તરીકે અને સાથે સાથે મતિજ્ઞાનાદિ ચાર પ્રકારના અપૂર્ણ જ્ઞાનના જનક તરીકે કેવલજ્ઞાનાવરણનો ઉલ્લેખ, બ્રહ્મને જ અજ્ઞાનનો આશ્રય તેમજ અજ્ઞાનનો વિષય માનનારા વિવરણાચાર્યના મતનું ખંડન,
૧. આ કૃતિ “ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી કૃત ગ્રન્થમાલામાં પત્ર ૧૩૩ અ-૧૬૪ આ.
રૂપે જૈ. ધ. પ્ર. સ. તરફથી વિ. સં. ૧૯૬૫માં છપાવાઈ છે. ત્યાર બાદ “જ્ઞાનબિન્દુ પ્રકરણ'ના નામથી આ કૃતિ “ર્સિથી જૈન ગ્રન્થમાલા"માં સોળમા મણિ તરીકે ઈ. સ. ૧૯૪રમાં પ્રકાશિત કરાઈ છે. એનું સંપાદન ૫. સુખલાલજી સંઘવી, પં. દલસુખ માલવણિયા અને પંડિતા હીરાકુમારી દેવી એ ત્રણે મળીને કર્યું છે. આ પ્રકાશન સંપાદકતા સંસ્કૃત ટિપ્પણો, ૫. સુખલાલે હિન્દીમાં લખેલો વિસ્તૃત અને મનનીય “જ્ઞાનબિન્દુપરિચય” તેમજ નિમ્નલિખિત પાંચ પરિશિષ્ટોને લઈને અધ્યયન અને અધ્યાપન માટે ઉપયોગી સાધનની ગરજ સારે તેમ છે : જ્ઞાનબિન્દુગત (૧) પારિભાષિક શબ્દોની સૂચિ, (૨) વિશેષ નામોની સૂચિ, ૩) વાયોની સૂચિ (૪) અવતરણોની સૂચિ તેમજ (૫) ટિપ્પણગત પારિભાષિક શબ્દોની સૂચિ. કેટલાંક અવતરણોનાં મૂળ સ્થળ જાણવાં બાકી રહે છે. વિષયાનુક્રમ સંસ્કૃતમાં અપાયો છે. ૨. જ્ઞાન એટલે આત્માનો સ્વપપ્રકાશક અસાધારણગુણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org