________________
ઔપદેશિક સાહિત્ય સંસ્કૃતમાં છે અને એનું પરિમાણ ૩૭૦૦ શ્લોક જેવડું છે. એમાં વિવિધ ગ્રંથોની સાક્ષી અપાઈ છે.
વાહણ-સમુદ્ર-સંવાદ – વિ. સં. ૧૭૧૭) – આ નામ મેં આ કૃતિના નિમ્નલિખિત પ્રારંભિક ભાગને તેમજ એના અંતમાંના ઉલ્લેખને લક્ષ્યમાં રાખી યોર્યું છે :
કરસ્ય કૌતક કારણે, વાહણ-સમુદ્ર વૃત્તાન્ત” "इति यानपत्र-यादस्पत्योः परस्परं प्रशस्यसंवादालाप: समाप्त: श्रीघोघाबंदिरे" એક હાથપોથીમાં “સમુદ્ર વાહણ વિવાદ રાસ” એવો અંતમાં ઉલ્લેખ છે.
પરિમાણ – શરૂઆતમાં દૂહામાં ચાર કડી છે. ત્યારપછી એક ઢાલ અને એને અંતે દૂહાની ઓછીવત્તી કડી એમ પંદર ઢાલ છે. એના પછી સોળમી ઢાલ અને ચોપાઈમાં ૧૪ કડી અને એના પછી ૧૭મી ઢાલ છે અને એ રીતે આ કૃતિ પૂર્ણ કરાઈ છે.
અહીં કડીઓની સંખ્યા નીચે મુજબ છે :
૪; ૧૦, ૪, ૧૦, ૬; ૧૦, ૬, ૮, ૧; ૧૦, ૨, ૯, ૮૯, ૭; ૧૩, ૬; ૧૫, ૪, ૧૪, ૭, ૯, ૨; ૧૪, ૧૦, ૧૦, ૩, ૯, ૩૧૧, ૫, ૧૩, ૧૪; અને ૧૯ આમ એકંદર ૨૮૬ કડી છે અને એ ૧૭ ઢાલમાં વિભક્ત છે.
ઢાલો વિવિધ દેશીમાં રચાયેલી છે.
પ્રયોજન - આ કૃતિ કૌતુકાર્યે રચ્યાનો ઉલ્લેખ છે. શરૂઆતમાં કહ્યું છે કે કોઈએ ગર્વ ન કરવો. રત્નાકરે સમગર્વ કર્યો અને વહાણે એ ટાળ્યો. એ બેની વચ્ચે કેવો વાદ થયો તેનો ચિતાર અહીં અપાયો છે. આ ઉપદેશાત્મક કૃતિ છે અને ગર્વનો ત્યાગ કરવામાં કલ્યાણ છે એ સૂચવવા આ કૃતિ રચાઈ છે એમ અંતમાં કહ્યું છે.
વિષય – ઘોઘામાંના “નવખંડા' પાર્શ્વનાથને વંદન કરી વેપારીઓ વહાણોમાં ઊપડે છે. એમ કરતાં કરતાં એ વહાણો ભરદરિયે આવી પહોંચે છે. ત્યાં સમુદ્રને
૧. આ કૃતિ સમુદ્ર-વહાણ સંવાદના નામથી ગૂ. સા. સં. (વિ. ૧, પૃ. ૪૭૯-૫૧૫)માં પ્રકાશિત
કરાઈ છે. એનો પં. ધુરંધરવિજયજી ગણિએ તૈયાર કરેલો સારાંશ “જૈ. ધ. પ્ર.” ૫.
૭૨, એ. ૩-૪, ૫, ૬, ૮ અને ૯૦માં પાંચ () કટકે પ્રસિદ્ધ થયો છે.
૨. બધી કડીઓનું માપ સરખું નથી. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org