________________
યશોદોહન : ખંડ–૨
ગર્વ કરતો જોઈ એક વહાણ એની સાથે વાદવિવાદમાં ઊતરે છે. સમુદ્ર કોપાયમાન થઈ વહાણની અવદશા કરે છે એ સમયે ઉદધિકુમાર દેવ સમુદ્રને મોટાં ગણી એને નમવા વહાણને કહે છે. પણ વહાણ તેમ ન કરતાં ‘નવખંડા' પાર્શ્વનાથને ભજે છે અને બધો ઉત્પાત શમી જાય છે. પછી વહાણો સજ્જ કરી વેપારીઓ ઇચ્છિત બંદરે પહોંચે છે અને ત્યાં પુષ્કળ વેપાર કરી કરિયાણાં વગેરેથી વહાણો ભરી સ્વદેશ (ઘોઘા) પાછા ફરે છે. એઓ નવખંડા’ પાર્શ્વનાથનું કેસર અને ચંદનથી પૂજન કરે છે, મોતીના સાથિયા પૂરે છે અને રત્નની આંગી કરે છે.
ગુજરાતીમાં જાતજાતના સંવાદો જૈન મુનિવરોએ રચ્યા છે. પરંતુ એમાં વહાણ અને સમુદ્ર વચ્ચેનો સંવાદ આ યશોવિજયજીગણિ સિવાય કોઈએ રચ્યો હોય એમ જાણવામાં નથી.
૯૩
એથી તથા રોચક શૈલીએ ઉત્પ્રેક્ષાદિથી અલંકૃત ૨સમય વાણીમાં એ ગૂંથાયેલી હોવાથી તેમ જ લૌકિકાદિ મંતવ્યો રજૂ કરાયાં હોવાથી આ કૃતિ મૂલ્યશાળી બની છે. એનો વિશેષ પ્રચાર થાય તે માટે એ સ્વતંત્ર છપાવાવી જોઈએ.
રચના-વર્ષ ઇત્યાદિ
--
Jain Education International
આ સંવાદ ઘોઘામાં વિ. સં. ૧૭૧૭માં રચાયો છે.
૧. સમુદ્ર કોપાયમાન થતાં એણે મચાવેલા ઉત્પાતનું સચોટ વર્ણન તેરમી ઢાલમાં કરાયું છે. ૨. આની નોંધ મેં મારા લેખ નામે “સંવાદો સંબંધી જૈન સાહિત્યમાં લીધી છે. આ લેખ જૈન(સાપ્તાહિક)ના તા. ૨૩-૩-૪૭ અને તા. ૩૦-૩-૪૭ના અંકમાં બે કટકે છપાયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org