________________ યશોદોહનઃ ખંડ-૨ જીવને અજ્ઞાનનો આશ્રય અને બ્રહ્મને અજ્ઞાનનો વિષય માનનારા વાચસ્પતિમિશ્રના મંતવ્યનું નિરસન, મન્દપ્રકાશના ક્ષયોપશમના ભેદને લઈને વૈવિધ્ય, રસસ્પર્ધકોનું નિરૂપણ, મતિજ્ઞાનનું લક્ષણ, મતિજ્ઞાનના શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એવા બે પ્રકારો અને એ બંનેનાં લક્ષણ, વાક્યર્થજ્ઞાનના પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઐયર્થ એમ ચાર પ્રકારોનું નિરૂપણ, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ, ભેદની સીમા તેમજ એ બે જ્ઞાન વચ્ચેના અભેદની ચર્ચા, મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર પ્રકારો અને એનો પરસ્પર કાર્યકારણ ભાવ, અપાયગત પ્રામાણ્યના નિર્ણય સંબંધી મલયગિરિસૂરિના મતની સમાલોચના, પ્રામાણ્યના સ્વતત્ત્વ અને પરતત્ત્વને અંગે મીમાંસક અને નૈયાયિક મંતવ્યોનું નિરસન અને અનેકાન્ત દૃષ્ટિનું અવલંબન, પ્રામાણ્યના વિવિધ પ્રકારોનો ઉલ્લેખ, અહિંસાને અંગે ઉત્સર્ગ અને અપવાદની વિચારણા, ષસ્થાનની ચર્ચા, વ્યંજનાવગ્રહનો કારણાંશ તરીકે, અર્થાવગ્રહ અને ઈહાનો વ્યાપારાંશ તરીકે, અપાયનો ફલાંશ તરીકે અને ધારણાનો પરિપાકાંશ તરીકે નિર્દેશ, અન્ય મત પ્રમાણે શ્રુતનું લક્ષણ, અવધિજ્ઞાનનું લક્ષણ, એના પ્રકાર, પરમાવધિનું સ્વરૂપ, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં અભેદ, પરિમાણની તરતમતા દ્વારા કેવલજ્ઞાનની સિદ્ધિ, કેવલજ્ઞાનનું પરિષ્કૃત લક્ષણ, કેવલજ્ઞાનની ઉત્પત્તિનાં કારણોમાં કર્મક્ષયરૂપ કારણનો સ્વીકાર, રાગ, દ્વેષ અને મોહની ઉત્પત્તિને લગતા ત્રણ મતનું સૂચન અને તેનું નિરસન, નૈરાગ્યવાદનું ક્ષણભંગવાદનું દલન, અખંડ એકરસ બ્રહ્મજ્ઞાનને કેવલજ્ઞાન માનનારનું ખંડન, અજ્ઞાનગત ત્રણ શક્તિઓની સમાલોચના, દૃષ્ટિસૃષ્ટિવાદનું તેમજ બ્રહ્માકાર અને 1. આ યુક્તિનો ઉપયોગ દ્વાદશાનિયચક્રમાં મલ્લવાદીએ કે પછી સિંહવાદિગણિ ક્ષમાશ્રમણજીએ તેમજ હરિભદ્રસૂરિજી વગેરેએ કર્યો છે. 2. (અ) રાગની ઉત્પત્તિ કફથી, દ્વેષની પિત્તથી અને મોહની વાતથી થાય છે. આ બાઈસ્પત્યમત છે. એ મતમાં રાગાદિ દોષનું નિવારણ વાતાદિ ત્રણ ધાતુનું સામ્ય સંપાદિત કરવાથી થાય એમ કહ્યું છે. (આ) રાગ શુકના ઉપચયથી ઉદ્ભવે છે, ઈત્યાદિ. જેમ પહેલા મતને ચિકિત્સાશાસ્ત્ર અપનાવ્યો છે તેમ બીજા મતને કામશાસ્ત્ર. બીજા મતના પુરસ્કર્તા સમુચિત કામસેવનથી રાગ દૂર થાય એમ કહે છે. (ઈ) શરીરગત પૃથ્વી અને જળ એ બે તત્ત્વોની વૃદ્ધિ થતાં રાગ, તેજસ્ અને વાયુની. વૃદ્ધિ થતાં દ્વેષ અને જળ અને વાયુની વૃદ્ધિ થતાં મોહ ઉદ્ભવે છે. આ ત્રીજો મત હઠયોગના પુરસ્કર્તાનો સંભવ છે એમ પં. સુખલાલનું માનવું છે. (જુઓ પૃ. 48). 3. મધુસૂદનકૃત વેદાન્તકલ્પતિકામાં બ્રહ્મજ્ઞાનનું જે પરિભાષામાં અને જે વિસ્તારથી વર્ણન છે તે જ પરિભાષામાં અને તેવા જ વિસ્તારથી એનું ખંડન ઉપાધ્યાયજીએ જ્ઞાનબિન્દુમાં કર્યું છે એમ પરિચય” પૃ. ૫૭)માં કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org