________________
યશોદોહનઃ ખંડ-૨
'વિવેચન – અમૃતવેલની નાની સઝાય ઉપર શ્રી ધીરજલાલ ટો. શાહે ગુજરાતીમાં વિવેચન લખ્યું છે.
અઢાર પાપસ્થાનકની સજwય પૂ. વિ. સં. ૧૭૧૮) – જૈનદર્શનમાં નીચે મુજબનાં ૧૮ પાપસ્થાનકો ગણાવાયાં છે :
(૧) હિંસા, (૨) મૃષાવાદ (અસત્ય), (૩) ચોરી, () અબ્રાહા(૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) અભિ)માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્રષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન યાને આળ, (૧૪) પૈશુન્ય યાને ચાડીચૂગલી, (૧૫) રતિઅરતિ, (૧૬) પરનિન્દા, (૧૭) માયા-મૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વ.
આ ૧૮ પાપાનકો પૈકી પ્રત્યેકને અંગે એકેક ઢાલ ભિન્ન ભિન્ન દેશીમાં રચાઈ છે. આમ આ કૃતિ ૧૮ ઢાલમાં વિભક્ત છે. એ ઢાલોની કડીની સંખ્યા નીચે પ્રમાણે છે :
૬, ૬, ૬, ૧૧, ૮, ૮, ૬,૮, ૮, ૯, ૯, ૭, ૫, ૫, ૭, ૯, ૧૨ અને ૮.
આમ એકંદર ૧૩૮ કડીયાળી આ ગુજરાતી રચના એકેક ઢાલ દ્વારા તે તે પાપસ્થાનકના સેવનથી થતી હાનિ અને એના ત્યાગથી થતા લાભ વિષે પ્રકાશ પાડે છે. તેમ કરતી વેળા તેર ઢાલમાં કોઈ કોઈ વ્યક્તિનો ઉદાહરણાર્થે ઉલ્લેખ પણ કરાયો છે. આ હકીકત હું એ વ્યક્તિનાં નામ અને ઢાલના ક્રમાંક નીચે મુજબ રજૂ કરું છું: અંગજ ૧૫ | નિંદ
૫ | વીરસેન ૧૮ આષાઢભૂતિ ૧૦ | નંદિષેણ ૧૦ | શુ(શુરસેન ૧૮
કાલિલોકસૂરિ ૨ | નારદ ૧૨ | સગર ૫ ૧. આ વિવેચન મૂળ કૃતિ સહિત “ધર્મબોધ ગ્રન્થમાલાના સોળમા પુષ્પમાં પૃ. ૧૩-૩માં
વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત થયું છે. આ પુષ્પનું નામ “મનનું મારણ” છે. ૨. આ કૃતિ ગૂ. સા. સં. (વિ. ૧, પૃ. ૩૪૧-૩૬ ૬)માં છપાવાઈ છે. વિશેષમાં આ કૃતિની
પહેલી આવૃત્તિ કપૂરવિજયજીના ગુજરાતી અર્થ અને રહસ્ય સહિત “જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં છેલ્લી નવ ઢાલ ઉપર કુવરજી આણંદજીનું થોડુંક વિવેચન પણ અપાયું છે. આ પુસ્તકનું નામ અઢાર પાપસ્થાનક તથા બાર ભાવનાની સઝાય રખાયું છે. આની બીજી આવૃત્તિ આ જ સભા તરફથી વિ. સં. ૧૯૭૯માં છપાવાઈ છે. આ પૂર્વે આ કૃતિ ગુજરાતી લિપિમાં મોટા યઈપમાં “અઢાર પાપસ્થાનક સઝાયોની ચોપડી”ના નામથી શેઠ દલસુખભાઈ ભગુભાઈએ ઈ. સ. ૧૮૬૭માં છપાવી હતી.
૩. ૧૧, ૧૩, ૧૪, ૧૬ અને ૧૭ એ ક્રમાંકવાળી ઢાલ સિવાયની ઢાલો. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org