________________
ચરિત્રો અને ધર્મકથા
આ કૃતિ સિદ્ધર્ષિએ રચેલી ઉપમિતિભવપ્રપંચા કથા ઉ૫૨થી પ્રેરણા મેળવીને એ કથાની જેમ રૂપક-પદ્ધતિએ રચાઈ છે, અને અમુક અંશે તો એ એને ટપી જાય એવી બની છે. આ કૃતિમાં વૈરાગ્યરસ છલોછલ ભરેલો છે. એ ભવના સ્વરૂપનો આબેહૂબ ચિતાર રજૂ કરે છે, એની રચના કાવ્યરસિકોને આનંદ અર્પે એવી છે. એ મહાકાવ્યની ઝાંખી કરાવે છે. એમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, ચન્દ્વોદય, 'રણસંગ્રામ અને વિવિધ ઋતુઓનાં આકર્ષક વર્ણનો છે. પ્રથમ સ્તબકમાં વૈરાગ્યનો મહિમા વર્ણવાયો છે. એનો મહેલ તરીકે ઉલ્લેખ કરી એનું નિરૂપણ કરાયું છે. ધર્મનું યૌવન, ગુરુનું માહાત્મ્ય, મોહના જાસૂસો, ચારિત્રરાજાની સેના, સમાધિ, સમતા અને સત્તર પ્રકારના સંયમને પ્રથમ સ્તબકમાં સ્થાન અપાયું છે. આ સ્તવનના શ્લો. ૧૨૪૨૬૯માં વૈરાગ્યના હેતુરૂપે જે સમાધિનું સ્વરૂપ વર્ણવાયું છે તે ઉપમિતિમાં જણાતું નથી. એ સમાધિશતક સાથે સરખાવવું ઘટે.
૮૪
બીજા સ્તબકમાં ભવરૂપી નગર અને સંસારી જીવરૂપ દ્રમકનું વર્ણન છે. દ્રમકની ભિક્ષા, એના રોગો, એને અપાયેલ દેશવિરતિરૂપ અન્ન, એનો સદ્ગુદ્ધિ સાથેનો સમાગમ, દ્રમકની રોગી અવસ્થા અને એનો ક્રિોદ્વાર તેમજ ગુરુકૃપાનો પ્રભાવ એમ વિવિધ બાબતો આલેખાઈ છે.
ત્રીજા સ્તબકમાં અનુસુન્દર રાજા, સમંતભદ્ર, મહાભદ્રા, સુલલિતા, શ્રીગર્ભરાજા, નલિની રાણી, પુંડરીક, કર્મ-પરિણામ નામના રાજા અને કાલપરિણિત નામની રાણી, સુમતિ અને સદાગમ નામના આચાર્યની કથા અપાઈ છે. વળી અહીં નૃગતિ અને અવ્યવહા૨ાશિ એ બે નગરોનું વર્ણનછે. અંતમાં લોકસ્થિતિ અને નિગોદનું નિરૂપણ છે અને સંસારી જીવને પુણ્યોદય નામના મિત્રના સમાગમનું કથન
છે.
ચોથા સ્તબકમાં વિવિધ બાબતો રજૂ કરાઈ છે. જેમ કે પદ્મરાજા અને નંદારાણી, નંદિવર્ધન, વૈશ્વાનર, વિદુર, રિપુમર્દન રાજા અને મન્મથ-કંદલી રાણી, બાલ્ય અને મધ્યમ બુદ્ધિ, વિભાકર, મલયમંજરી, તેતલિ, કપિંજલા, મણિમંજરી, કનકમંજરી અને કનકશેખરની કથા, ચિત્તસૌન્દર્ય અને રૌદ્રચિત્ત નગરનાં વર્ણન અને વિવેકાચાર્યનું આગમન.
૧. જુઓ સ્તબક ૫.
૨. જુઓ સ્તબક ૫ શ્લો. ૯૦૧-૯૧૦,
૩. જુઓ સ્તબક ૫ શ્લો. ૯૧૧-૯૧૭.
૪. જુઓ સ્તબક ૪ શ્લો. ૩૮૭-૪૧૨ તેમજ સ્તબક ૫ શ્લોક ૮૩૩-૮૩૬.
૫. જુઓ સ્તબક ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org