________________
યશોદોહનઃ ખંડ-૨
પાંચમા સ્તબકમાં નરવાહન રાજા, રિપુદારણ, કલાચાર્ય, નરસુંદરી, મહામોહ રાજા, ભૌતાચાર્ય, વેલ્ડહલ્લ, મકરધ્વજ, ચંદ્ર અને રમણની કથા અપાઈ છે. વિશેષમાં રાજસચિત્ત, ભવચક્ર ઈત્યાદિ નગરોનું વર્ણન છે. અંતમાં છ દર્શનોનું સ્વરૂપ આલેખાયું છે.
છઠ્ઠા સ્તબકમાં સંસારી જીવનો વામદેવ તરીકેના જન્મમાં. માયા અને ચોરી સાથેનો સમાગમ, વામદેવની વિમલ સાથે મૈત્રી, રત્નચૂડનો વૃત્તાંત, વામદેવને ઉદ્ભવેલ રોગ, વિમલે કરેલી જિનની સ્તુતિ, બુધસૂરિનું આગમન અને એમણે નિરૂપેલું સંસારી જીવનું સ્વરૂપ, બઠર ગુરુની કથા, વિમલ અને ધવલરાજની દીક્ષા અને વામદેવનો વધ એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે.
સાતમા સ્તબકમાં સંસારી જીવનો ધનશેખર તરીકે જન્મ, એનાં બકુલશેઠની પુત્રી સાથે લગ્ન, હરિકુમાર સાથે મૈત્રી, પ્રશ્નોત્તર દ્વારા વિનોદ (સ્લો. ૧૧૧-૧૨૮), વાત વગેરે દોષોનો વિચાર, હરિકુમારનાં મયૂરમંજરી સાથે લગ્ન, ધનશેખરનું સમુદ્રમાં પતન, છ પુરુષોનું સ્વરૂપ, હરિની દીક્ષા અને ધનશેખરનું મૃત્યુ એ બાબતો રજૂ કરાઈ છે.
આઠમા સ્તબકમાં સંસારીજીવનો ધનવાહન તરીકે જન્મ, અકલંક સાથે મૈત્રી, સંસારને અપાયેલી વિવિધ ઉપમાઓ, ચાર વણિક-મિત્રોની કથા, ચિત્ત-વાનરની રક્ષાનો ઉપાય, શ્રુતિ-સંગનો વૃત્તાન્ત, સંસારીજીવનો વિરોચનના ભવમાં સમ્યગ્દર્શનનો સમાગમ ઈત્યાદિ વિષયો હાથ ધરાયા છે.
નવમા સ્તબકમાં સંસારીજીવનો ગુણધારણ તરીકે જન્મ, કુલંધર સાથે મૈત્રી, મદનમંજરીનો વૃત્તાંત, ગુણધારણ સાથે એનાં લગ્ન, નિર્મલાચાર્યની દેશના, કર્મપરિણામના પાપોદય અને પુણ્યોદય નામના બે સેનાપતિ, દશ કન્યાનું પાણિગ્રહણ, સદ્દબોધનો જ્ઞાનસંવરણ સાથેના યુદ્ધમાં વિજય, ગુણધારણની દીક્ષા, સંસારીજીવનાં સિંહકુમાર તરીકે જન્મ, દીક્ષા અને આચાર્ય-પદવી, મોહનું સામર્થ્ય, અનુસુન્દરનો વૃત્તાન્ત, સુલલિતાની કથા, જિનશાસનનો સાર, અજૈનોના ધ્યાન-યોગો, સવૈદ્ય અને કૂટવૈદ્યની કથા, જૈનદર્શનની વ્યાપકતા, પુણ્ડરીક મુનિ અને ધનેશ્વરસૂરિના વૃત્તાંત તેમજ સાત પદ્યોની પ્રશસ્તિ એમ વિવિધ બાબતો વર્ણવાઈ છે.
ચોથા અને નવમા સ્તબક સિવાયનાં તબકનાં નામ નીચે મુજબ છે :
પ્રસ્તાવના, ગુરુ-પ્રભાવ-વર્ણન, તિર્યંગ-ગતિવિપાક-વર્ણન, માન-મૃષાવાદ – જિન્દ્રિય-વર્ણન, માયા–સ્તેય-ધ્રાણેન્દ્રિય-વિપાક-વર્ણન, લોભ-મૈથુન-ચક્ષુરિન્દ્રિયવિપાક-વર્ણન અને મહામોહપરિગ્રહ-શ્રવણેન્દ્રિય-વિપાક-વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org