________________
યશોદોહનઃ ખંડ-૨
આચારમાં અનાચાર છે એમ આચાર(આયાર)અંગમાં ઉલ્લેખ છે.
અંતમાં પાંચ યોગનો ઉલ્લેખ છે. ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર તેમજ પ્રીતિ, ભક્તિ અને અસંગ વચન.
કલ્પનાનાં ઉડયનો – શીલનો મહિમા વર્ણવનારું આ અંતર્યમકથી અલંકૃત કાવ્ય કેટલીક હૃદયંગમ કલ્પના વડે શોભે છે. જેમકે વદનમાં એક લાખ જીભ હોય અને આયુષ્ય અસંખ્યાત દિવસનું હોય તો પણ જબૂસ્વામીના ગુણ ગવાઈ નહિ શકે.
જબૂસ્વામીની આઠ તરુણ અને સ્વરૂપવતી પત્નીઓ તે આઠ મદની રાજધાની છે. એ મદનની સેના છે. એ સ્ત્રીઓને જોવા સૂર્ય અને ચન્દ્ર થંભી જાય તેમ જ બ્રહ્મા, હરિ અને મહાદેવ આશ્ચર્યચકિત બને. પરંતુ જંબૂસ્વામીનું મન એ સ્ત્રીઓથી ચલિત ન બને. મદન જે બાણ જંબૂસ્વામીને મારે છે તેને એઓ ધૈર્યરૂપી બખ્તર વડે ઝીલે છે. એ બાણના બે ભાગ થયા તે ભવાં છે, અને ઘેર્યની પ્રશંસા તરીકે પુષ્પવૃષ્ટિ થઈ. વેણીને તરવાર કહી છે. કાનની ઝબૂકતી ઝાલને સુદર્શનચક્ર કહ્યું છે. નાકે મોતીને બંધૂક' કહી છે. કામની ઉત્પત્તિનું મૂળ સંકલ્પ છે. કામદેવ અંગ વગરનો થયો તે ઠીક થયું. જો એને શરીર હોત તો એ શું ન કરત?
અમારી સ્વામિની સમાન સીતા વગેરે અબલાથી મદન ભાગ્યો તો જંબૂસ્વામી સમા પુરુષથી તો એ નામે જ.
એક વર્ષની દીક્ષા પળાય તો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાય. પુદ્ગલના સંયોગ ઈન્દ્રજાળ જેવા છે. ગ્રંથ અને નિર્ઝન્ય કોણ તે વિષે અહીં નિર્દેશ છે.
વૈરાગ્ય કલ્પલતા ૨૧. વિ. સં. ૧૭૧૬) – આ ૬૦૫૦ શ્લોક જેવડી મહામૂલ્યશાળી કૃતિ નવ સ્તબકમાં વિભક્ત છે. એ સબકોની પદ્યસંખ્યા નીચે મુજબ છે:
૨૬૯, ૨૮૧, ૨૩૦, ૭૫૩, ૧૫૦૧, ૭૬ ૧, ૫૬ ૨, ૮૮૫ અને ૧૧૪૦. આમ અહીં ૪૫૮૨ પદ્યો છે. પાંચમો સ્તબક સૌથી મોટો છે.
૧. આ કૃતિનો પાંચમા સ્તબકના ૧૪૯૧મા પદ્ય સુધીનો અર્થાત્ લગભગ અર્ધો ભાગ
ગુજરાતી ભાષાંતર અને ગુજરાતી વિષયાનુક્રમ સહિત પૂર્વાર્ધ” તરીકે ભીમસિંહ માણેક ઈ. સ. ૧૯૦૧માં પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારબાદ પં. ભગવાનદાસ હરખચંદ દ્વારા સંપાદિત કરાયેલી સંપૂર્ણ કૃતિ હીરાલાલ દેવચંદ શાહે ઈ. સ. ૧૯૪૩માં પ્રકાશિત કરી છે. એ સંપાદનાથે યશોવિજયજી ગણિના ગુરુ નયવિજયજી ગણિએ વિ. સં. ૧૭૧૬માં
સ્વર્ણગિરિમાં લખેલી પ્રસ્તુત વૈરાગ્વકલ્પલતાની હાથપોથીનો ઉપયોગ કરાયો છે. ૨. જુઓ ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org