________________
ચરિત્રો અને ધર્મકથા ૩૫મી ઢાલમાં જબૂસ્વામીની દીક્ષાના વરઘોડાનું અને એમના દર્શનાર્થે આતુર બનેલી નારીઓના સંભ્રમનું સવિસ્તર વર્ણન છે.
આ રાસ કેવળ કથાનકની દૃષ્ટિએ જ મહત્ત્વનો નથી, પરંતુ કાવ્યરસિકોને પણ આનંદ અર્પે તેવો છે. એ અંતર્યમકાદિ શબ્દાલંકાર તેમજ ઉàક્ષાદિ અર્થાલંકારથી અલંકૃત છે. એમાં શૃંગાર રસ પણ ભરપૂર છે. કોઈ કોઈ સ્થળે પાઇય વગેરેમાં અવતરણ અપાયાં છે.
ભાવાનુવાદ – પ્રસ્તુત રાસ પરિશિષ્ટ પર્વ (સ. ૧ શ્લો. ર૮૬-૪૭૪; સ. ૨-૩)માંના જબૂસ્વામિચરિત્રના ભાવાનુવાદની ગરજ સારે છે.
બ્રહ્મગીતા (વિ. સં. ૧૭૩૮)- આ ગુજરાતી પદ્યાત્મક કૃતિનો પ્રારંભ દુહાથી કરાયો છે. એના પછી ફાગ છે. એના પછી દુહા છે. આવો ક્રમ લગભગ અંત સુધી જોવાય છે. અંતિમ ભાગમાં દુહા, ફાગ, દુહા, વેલી અને દુહા છે. આ ૨૯ કડીનું કાવ્ય ખંભખંભાત)નગરમાં વિ. સં. ૧૭૩૮માં રચાયું છે. એ દ્વારા નૈષ્ઠિક બ્રહ્મચારી જંબૂસ્વામીના ગુણગાન કરાયાં છે – એમના બ્રહ્મચર્યની પ્રશંસા કરાઈ છે. પૃ. ૫૪માં કહ્યું છે કે શીલ અને સમ્યકત્વરૂપ તુંબડા વડે બૂસ્વામી ભવસાગર) તરી ગયા તો પછી સ્ત્રીરૂપ નદી તરવામાં એમને શી વાર?
આ રાગમાંની મુખ્ય મુખ્ય હકીકતો એ છે કે સુધર્મસ્વામીના ઉપદેશથી જંબૂસ્વામી પ્રતિબોધ પામ્યા, એમણે પોતાનાં માતાપિતાને તેમજ આઠ પત્નીને પ્રતિબોધ પમાડ્યો, પ્રભવસ્વામી અને બીજા ચોરોએ પણ જબૂસ્વામીનો એમની પત્નીઓ સાથેનો વાદવિવાદ સાંભળી દીક્ષા લીધી, જબૂસ્વામી ચતુર્દશ પૂર્વધર અને સુધર્મસ્વામીના પટ્ટધર બન્યા અને આગળ જતાં કેવલજ્ઞાની બની મોક્ષે સિધાવ્યા.
સુધર્મસ્વામીએ જબૂસ્વામીને એક વાર કહ્યું હતું કે જિનેશ્વરની આજ્ઞા વિનાના ૧. જુઓ – ઢાલ ર, કડી ૧૬ અને ૧૭ ઢાલ ૬, કડી ૧૮ ને ૧૯. ૨. કોઈ કોઈ સ્થળે અતિરેક છે. ૩. જુઓ ગૂ. સા. સે. વિ.૨)નાં પૃ. ૧૩, ૧૯, ૩૨, ૩૩, ૭૨, ૭૪. ૪. આમ જે આ કૃતિમાં અનેકવાર “ફાગ છે એથી એને “ફાગુ-કાવ્ય” ગણવા કોઈ પ્રેરાય. પ્રાચીન ફાગુ-સંગ્રહ પ્રસ્તાવના - ૨૩ અને ૧૯)માં પ્રસ્તુત કૃતિનો ઉલ્લેખ છે, પણ આ કૃતિને એમાં સ્થાન અપાયું નથી. બાકી આ સંગ્રહમાં ચતુર્ભુજ કૃત ભ્રમરગીતા ? વિ. સં. ૧૫૭૬), વિનયવિજયજી ગણિકત નેમિનાથ ભ્રમરગીતા (વિ. સં. ૧૭૦૬), વૃદ્ધિવિજયજીકત જ્ઞાનગીતા વિ. સં. ૧૭૦૬) અને ઉદયવિજયજીકૃત પાર્શ્વનાથ-રાજગીતા (લ. વિ. સં. ૧૭૨૮) એમ ચાર ગીતા' તો અપાઈ છે.
૫. એ આઠેના મનમોહક સૌન્દર્યનું વર્ણન કરવું છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org