________________ યશોદોહનઃ ખંડ-૨ યશોવિજયજી ગણિએ “બૃહદ્ ગચ્છના રત્નશેખરસૂરિએ વિસં. ૧૪૨૮માં રચેલા સિરિવાલકહાનો ઓછેવત્તે અંશે ઉપયોગ કર્યો હોય એમ લાગે છે, ગા. ૧૨૧૮થી ૧૨૯૮નો સારાંશ ચોથા ખંડની અગિયારમી ઢાલ તરીકે અને ગા. ૧૩૨૭-૧૩૩૫નો સારાંશ આ ખંડની બારમી ઢાલની પહેલી દસ કડીરૂપે જોવાય ચોથા ખંડની અગિયારમી ઢાલમાં તીર્થકરનું સ્વરૂપ વર્ણવતાં નીચે મુજબ ઉલ્લેખ કરાયો છેઃ જેહને હોય કલ્યાણક દિવસે, નરકે પણ અજઆળું; સકલ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ચળું રે. ભ.સિ. 2" અહીં કલ્યાણકોથી પાંચે અભિપ્રેત હોય એમ જણાય છે. જો તેમ જ હોય તો ઠાણ (ઠા. 3, ઉ. 1, સે. ૧૩૪)માંના નિમ્નલિખિત ઉલ્લેખ સાથે એ સંગત થઈ શકે નહિ “तिहिं ठाणेहिं लोगन्धयारे सिया तं. अरिहंतेहिं वोच्छिज्जमाणेहिं... तिहिं ठाणेहिं लोगोज्जोते सिया तं. अरहंतेहिं जायमाणेहिं, अरहंतेसु पव्वयमाणेसु अरहताणं णाणुप्पायमहिमासु" સમજૂતી - પ્રસ્તુત રાસની ગુજરાતી સમજૂતી કોઈકે આપી છે. ભાવાર્થ - ઉપર્યુક્ત રાસની ઢાલ 11 અને ૧૨નો ગુજરાતીમાં ભાવાર્થ કોઈક તૈયાર કર્યો છે. કડખાની દેશી - ચોથા ખંડની ચોથી ઢાલ કડખાની દેશીમાં છે, તેમ કેટલાકના મતે વિજયપ્રભસૂરિ-સ્વાધ્યાય પણ આ જ દેશમાં છે. નવપદપૂજા - આ સંકલનાત્મક કૃતિમાં અરિહંતાદિ નવ પદને અંગે એકેક પૂજા છે. પહેલી પૂજાનો પ્રારંભ પૂન્નસત્રાળથી શરૂ થતા એક જ. મ. માં રચાયેલા પદ્યથી થાય છે. ત્યાર બાદ મોડનત્તથી શરૂ તથા એક પદ્યનો આદ્ય ભાગ સંસ્કૃતમાં 1. આ ભાવાર્થ શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયકૃત નવપદજી પૂજાનામના પુસ્તકમાં કટકે કટકે અપાયો છે. આ પુસ્તક “જૈ. આ. સ. તરફથી વિ. સં. ૧૯૮૧માં પ્રસિદ્ધ કરાયું 2. આ કૃતિ “ઉપાધ્યાયજી યશોવિજયાદિ વિરચિત શ્રીનવપદની પૂજા અર્થ સહિત તથા. નવપદની ઓળીની વિધિ ના નામથી જે પુસ્તક “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. 1990 પ્રથમ આવૃત્તિ) છપાઈ છે તેમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org