________________
વળી એમણે આનન્દસૂરિ (ઈ. સ. ૧૦૯૩ ઈ. સ. ૧૧૫૦) યાને વ્યાઘશિશુકના તેમજ અમરચન્દ્રસૂરિયાને સિંહશિશુકના અભિપ્રાયની નોંધ લીધી છે. ગંગેશે શ્રીહર્ષે (ઈ. સ. ૧૧૮૬) રચેલા ખંડન ખંડખાદ્યની આલોચના કરી છે. આ બધું લક્ષ્યમાં લેતાં ગંગેશનો સમય ઈ. સ. ૧૧૭૫થી ઈ. સ. ૧૨૦૦ની આસપાસનો ગણાય.
શિષ્ય પરંપરા – ઉપા. ગંગેશ અને એમની શિષ્યપરંપરા HIL (પૃ. ૪૦૬)માં નીચે મુજબ દર્શાવાઈ છે:
(૧) ગંગેશ, (૨) વર્ધમાન, (૩) યજ્ઞપતિ, () હરિમિશ્ર (૫) પક્ષધર, (૬ અ) વાસુદેવ, (૬ આ) રુચિદત, (૬ ઈ) ચન્દ્રપતિ () (૭ અ) મહેશ ઠક્કર,(૭ આ) ભગીરથ ઠક્કર, (૮) અજ્ઞાત નામના કોઈ શિષ્ય, (૯) ભવનાથ અને (૧૦) શંકરમિશ્ર. તત્ત્વચિન્તામણિ યાને પ્રમાણચિન્તામણિ કિંવા ચિત્તામણિ
આ તર્કશાસ્ત્રને લગતો ઘણો મહત્ત્વનો ગ્રંથ ઉપર્યુક્ત ગંગેશે રચ્યો છે. શરૂઆતમાં આ નવ્ય ન્યાયના ગ્રંથનો અભ્યાસ મિથિલાના પંડિતો કરતા હતા. ઈ. સ.ની પંદરમી સદીના મધ્ય ભાગમાં મિથિલામાં ભણેલા વાસુદેવ સાર્વભૌમે એનો અભ્યાસ બંગાળમાં દાખલ કર્યો. નવદ્વીપની વિદ્યાપીઠ ઈ. સ. ૧૫૦૩માં સ્થપાઈ ત્યાર બાદ બંગાળમાં આના અભ્યાસને રઘુનાથ શિરોમણિ વગેરે દ્વારા વેગ મળ્યો. આગળ જતાં મદ્રાસ, મહારાષ્ટ્ર અને કાશ્મીરમાં પણ આ તત્ત્વચિન્તામણિનો અભ્યાસ થવા લાગ્યો અને બે સૈકામાં તો સમગ્ર ભારત વર્ષમાં આ ગ્રન્થ પ્રસિદ્ધિમાં આવ્યો.
'તત્ત્વચિન્તામણિમાં સૂત્રના વિવાદગ્રસ્ત ભાગને જતો કરી પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણોનું વિસ્તૃત નિરૂપણ કરાયું છે. આ પ્રત્યેક પ્રમાણને અંગે એકેક ખંડ યોજાયો છે. આ ગ્રન્થમાં જ્ઞાનની નિષ્પત્તિને અંગે એવી રચના કરાઈ છે કે નૈયાયિકો બૌદ્ધ અને જૈન આક્ષેપોનો સામનો કરી શકે
તત્ત્વચિન્તામણિનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સૂત્રગ્રન્થનું અધ્યયન પ્રાયઃ અટકી પડ્યું અને ગંગેશના અભિપ્રાયનું સમર્થન કરતી અનેક ટીકા અંગેની પરંપરા ૧. ખંડ એટલે ખાંડ અને ખાદ્ય એટલે ખાવાનું. ખંડખાદ્યઃખાંડની વાનગી. ૨. આ ગ્રન્થ બંગાળની “રોયલ એશિયાટિક સોસાયટી” તરફથી છપાવાયો છે. ૩ જુઓ H I L પૂ. ૪૦૫). ૪. પ્રારંભમાં શિવને નમસ્કાર કરાયો છે. ૫ જુઓ હિં. ત. ઈ. પૂર્વાર્ધ પૃ. ૨૩૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org