________________
યશોદોહનઃ ખંડ-૨ (વડનગર) પાસે આવ્યું છે એમ કર્તાએ કહ્યું છે.
બીજી ઢાળમાં તારણગિરિના મંડળરૂપ અજિતનાથની પાસે એક ગુણરૂપ) રત્નની યાચના કરાઈ છે.
અભિનન્દનનાથનું સ્તવન – આ છ કડીનું ગુજરાતીમાં રચાયેલું સ્તવન છે. એમાં તીર્થકરના ૩૪ અતિશય, એમની વાણીના ૩૫ ગુણો અને ૧૨ પર્ષદાનો બાંધે ભારે ઉલ્લેખ કરાયો છે. કાર્ય, કારણ, નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ આ જિનેશ્વરે પર્ષદાઓને સમજાવ્યાનો, ગણધરને ત્રિપદી દર્શાવ્યાનો અને સમેતશિખર ઉપર આ તીર્થંકરનું નિર્વાણ થયાનો અહીં ઉલ્લેખ છે.
સુપાર્શ્વનાથનું સ્તવન - આ ગુજરાતી સ્તવનમાં આઠ કડી છે. આમાં બાવનાચંદન છ માસનો ક્ષય દૂર કરે એમ કહ્યું છે. મોર જોઈને સર્પ નાસે એ વાતનો અહીં ઉલ્લેખ છે. એ કલ્યાણમન્દિર સ્તોત્ર (શ્લો. ૮)નું સ્મરણ કરાવે છે. પાર્શ્વનાથના એક સ્તવનમાં પણ આ હકીકત અપાઈ છે.
મલકાપુરમંડન સુપાર્શ્વનાથનું સ્તવન – આ મારવાડી ભાષાની છાંટવાળા ગુજરાતી સ્તવનમાં પાંચ કડી છે. એ દ્વારા મલકાપુરમાંની સુપાર્શ્વનાથની પ્રતિમાની સ્તુતિ કરાઈ છે. આ મલકાપુર તે કર્યું તે નક્કી કરવું બાકી રહે છે. એ નગર આગ્રાની પાસે હોવાનું કહેવાય છે.
ઉન્નતપુરમંડન શાન્તિનાથનું સ્તવન – આ ગુજરાતી કૃતિમાં સોળ કડી છે. આ સ્તવનમાં ઉન્નતપુરમાં (હાલ “ઉના' તરીકે ઓળખાવાતા નગરમાં આવેલા શાન્તિનાથનો પ્રાસાદ પોઢા વ્યવહારિયાએ બનાવાયોનો ઉલ્લેખ છે. અહીં કર્તાએ શાન્તિનાથને ભવસાગરમાંના “અંતરદ્વીપ' કહ્યા છે. વળી જે “કલિકાલમાં તારાં (શાન્તિનાથના) દર્શન થયાં તે ધન્ય છે. પરંતુ એ દર્શન વિનાનો “કૃતયુગ નકામો છે એમ શાન્તિનાથની સ્તુતિરૂપે કર્તાએ ઉલ્લેખ કર્યો છે.
કર્તાએ પોતાના મનને ગિરિ, શાન્તિનાથને સિંહ પાપને હાથી અને કુમતિને હરણી કહેલ છે. જ્યાં લગી ગ્રહો ગગનમાં ભમશે અને સમુદ્ર ગંભીર રહેશે ત્યાં સુધી મેરના જેવા ધીર શાન્તિનાથ ચિરંજયો હો એમ પંદરમી કડીમાં ઉલ્લેખ છે. અંતમાં વિજયદેવસૂરિ અને વિજયસિંહસૂરિનાં નામનો નિર્દેશ છે.
૧. આ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૨૭)માં છપાયું છે. ૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “મલકાપુર તે કર્યું? ભૂગોલણોને પ્રશ્ન” આ લેખ
જૈ. સ. પ્ર.” (વ. ૨૨, અંક ૮)માં છપાયો છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org