________________
યશોદોહનઃ ખંડ-૨
૫૩ રત્ન આપવા જિનેશ્વરને કર્તાએ કહ્યું છે. વીર પ્રભુની બરાબર કોઈ નથી એમ અંતમાં ઉલ્લેખ છે.
મહાવીરસ્વામીનું સ્તવન - આ ૧૭ કડીનું ગુજરાતી સ્તવતન મહાવીરસ્વામીના સમવસરણનું નીચે મુજબ વિસ્તૃત વર્ણન પૂરું પાડે છે.
સમવસરણમાં સુરો અને અસુરોના સમૂહ મહાવીરસ્વામીની સેવા કરે છે. વાયુ એક યોજનની ઈષ્ટિ કરે છે. ઘૂંટણ સુધી પુષ્પની વૃષ્ટિ કરાય છે. મણિ અને રત્નો વડે ભૂતળ વ્યંતરના ઇન્દ્ર રચે છે.
ભવનપતિના ઇન્દ્ર રૂપાનો ગઢ રચી એના ઉપર સોનાનાં કોશીશાં (કપિશીર્ષક) રચે છે. એવી રીતે જ્યોતિષ્ક સોનાનો ગઢ બનાવી એના ઉપર રત્નનાં કોશીશાં અને સુરેન્દ્ર રત્નના ગઢ ઉપર મણિનાં કોશીશાં રચે છે.
ભીંતની જાડાઈ ૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળની દર્શાવાઈ છે. વૃત્ત સમવસરણમાં ભીંતોનું અંતર ૧૩૦૦ ધનુષ્યનું છે. એ ભીંતો ૫૦૦ ધનુષ્ય ઊંચી છે.
જમીનથી પીઠબંધ ઉપર આવવા માટે ૧૦૦૦ પગથિયાં અને પહેલા ગઢથી બીજે ગઢ જવા માટે પ૦૦૦ પગથિયાં અને બીજા ગઢથી ત્રીજે ગઢે જવા માટે ૫૦૦૦ પગથિયાં ચડવાં પડે છે. દરેક પગથિયું એક હાથ પહોળું અને એકેકથી એક હાથ ઊંચું હોય છે.
પ્રતર પચાસ ધનુષ્યનું છે. ચાર દ્વાર અને ત્રણ તોરણ છે. સમવસરણની મધ્યમાં મણિમય પીઠિકા છે. એ જમીનથી અઢી ગાઉ ઊંચી છે. અને એ લાંબી અને પહોળી બસો બસો ધનુષ્યની છે. અને એ જિનેશ્વરના દેહ જેટલી ઊંચી છે.
ચૈત્યસહિત અશોકવૃક્ષ જિનેશ્વરથી બાર ગણું ઊંચું છે. ચારે દિશામાં એકેક સિંહાસન છે. આઠ ચામર અને બાર છત્ર છે, સ્ફટિક રત્નનું ધર્મચક્ર છે અને હજાર , યોજન ઊંચાં ચાર ધ્વજ છે.
ઈશાન ખૂણામાં પ્રભુને વિશ્રામ કરવા માટે દેવચ્છત્ત્વ છે. પ્રભુ ચાર મુખે દેશના દે છે. એમનું ભામંડળ મનોહર છે.
બાર પર્વદા ક્યાં ક્યાં હોય તેનો અહીં નિર્દેશ કરાયો છે. તિર્યંચો બીજા ગઢમાં છે અને ત્રીજા ગઢમાં વાહનો છે.
૧. આ “સમવસરણ જિન સ્તવન'ના નામથી ગૂ. સા. સં. વિ.૧, પૃ. ૧૧૬-૭)માં છપાયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org