________________ 60 ભક્તિસાહિત્ય જાત્ય (સાચો હીરો ભાંગે નહિ એ વાત તેમજ માગ્યા વિના મા પણ ન પીરસે એ ઉખાણોણું) અહીં રજૂ કરાયેલ છે. તારી પાસે અખૂટ ખજાનો છે છતાં દાન કેમ દેતો નથી? સેવામાં કચાસ જણાતી હોય તો પણ મને તારો ગણી મારું હિત કર એમ કતએ પ્રભુને કહ્યું છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે ગાય, કૂવો અને બાગ જેમ આપવાથી સમૃદ્ધ બને છે તેમ જો તમે ગુણ આપશો તો તમારી કીર્તિ વધશે. અંતમાં કર્તાએ મુક્તિના સુખની માગણી કરી છે. આ છાસઠમા પદ માટે રાગનો ઉલ્લેખ નથી. આ સ્તવન જે પાર્શ્વનાથને ઉદ્દેશીને રચાયું છે તે અહીંના ગોપીપુરાના વકીલના ખાંચામાં આવેલા ધર્મનાથના દહેરાસરમાંના ભોંયરામાંના પાર્શ્વનાથ કે જેની વિ. સં. 16 ૭૯માં ગોપીદાસે પ્રતિષ્ઠા કરાવી છે તેને અંગે હોય એમ લાગે છે. આ પ્રતિમા ચમત્કારી ગણાતી હોવાથી મૂળનાયક ધર્મનાથને બદલે એનું સ્તવન રચાયું છે એમ કેટલાક માને છે. કવિ લાધાશાએ રચેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબ ઉલ્લેખ છે : ત્રીજે શ્રી ધર્મનાથને દેહરામાંહે સૂણો સંતો રે, સૂરજમંડણ' પાસજી ભંયરામાંહે ભગવતો રે; ચોવીસ બિંબ પાષાણમેં સાત રતનમેં દીપે રે; એકસો સિત્તેર ધાતુમેં નિરખતાં નયન છીપે રે.” ઉપાધ્યાય વિનયવિજયજી ગણિએ પણ આ ધર્મનાથના મંદિરમાં “સૂરતિ મંડન પાર્શ્વનાથની પ્રતિમા હોવાનું કહ્યું છે. મહાવીરસ્વામીનું સ્તવન પદ ર૬) આ સાત કડીની હિન્દી કૃતિ છે. એમાં મહાવીરસ્વામીની કેટલીક જીવન-ઘટના વર્ણવાઈ છે. જેમકે ચોસઠ ઈન્દ્ર દ્વારા એમનું પૂજન, ઇન્દ્રાણી દ્વારા ગુણગાન, જન્મમહોત્સવ માટે “મેરુ'ના શિખર ઉપર ઇન્દ્રનું પ્રભુને લાવવું, હરિ (સૌધર્મ ઈન્દ્ર)નો સંદેહ દૂર કરવા પ્રભુએ મેરુ ચલાવવો, દેવે ધારણ કરેલ સર્પ અને વેતાલરૂપથી મહાવીરસ્વામીનું નિર્ભય રહેવું અને એ દેવ દ્વારા મહાવીરસ્વામીનું ‘વીર' એવું નામકરણ, ઈન્દ્રના પૂછવાથી વીરે જે કહ્યું તે ઉપરથી વ્યાકરણની રચના, વાર્ષિકદાન તેમજ શાલવૃક્ષ નીચે કેવળજ્ઞાન. આ છવ્વીસમા પદના બે રાગ દર્શાવાયા છે: (1) કાફી હુસેની અને (2) કાનડો. મહાવીરસ્વામીનું સ્તવન (પદ 28) - આ ચાર કડીની હિન્દી કૃતિમાં 1. જુઓ સુરત ચૈત્ય પરિપાટી પૃ. 8). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org