________________ ભક્તિસાહિત્ય "अहङ्कारोऽपि बोधाय, रागोऽपि गुरुभक्तये / વિષાવ: વત્તાયામત, વિä શ્રીતમપ્રમી: " પહેલી ઢાલમાં અઠ્ઠાવીસ લબ્ધિનો બાંધભારે ઉલ્લેખ છે. ચોથી ઢાલમાં કહ્યું છે કે મહાવીર જેવા ગુરુના ગુણનો પ્રેમ તે બાવન અક્ષરોનો સાર છે. બાવનાચંદન જગતના ચિત્તને ઠારે છે અને એ છ મહિનાના ક્ષર (ક્ષય)ને દૂર કરે છે, પણ જન્મના રોગને તો ગુરુ દૂર કરે છે એથી હું ગુરુના સમાગમને બાવનાચંદનથી અધિક ગણું છું. આ મુદ્રિત ભાસમાં અગિયાર ગણધરો પૈકી પહેલા પાંચનો જ અધિકાર છે તો એને અંગે એ પ્રશ્ન હુરે છે કે શું બાકીના છ ગણધરોને લગતું લખાણ હજી સુધી મળી આવ્યું નથી કે આ ભાસ આટલો જ રચાયો છે? સાધુના ગુણગાનની સઝાયર કિંવા સાધુવન્દના (વિ. સં. 1721) - પ્રસ્તુત કૃતિમાં અનેક સાધુઓને - મુનિવરોને વંદન કરાયું હોવાથી એનું કોઈકે સાધુવંદના નામ પાડ્યું હોય એમ જણાય છે. કર્તાએ આ કૃતિનું નામ આમાં તો દર્શાવ્યું નથી. પરિમાણ - આ ગુજરાતી પદ્યાત્મક કૃતિ આઠ ઢાલમાં વિભક્ત છે. એમાંની કડીઓની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : 10, 9, 17, 14, 17, 9, 18 અને 5. આમ એકંદર સો કડી છે. અંતમાં એક કડીનો “કલશ” છે. દેશી - આઠ ઢાલ પૈકી ફક્ત ચોથી અને છઠ્ઠી માટે દેશીનો ઉલ્લેખ છે. વિષય - પહેલી ઢાલમાં નિમ્નલિખિત મુનીશ્વરોને વંદન કરાયું છે : ઋષભદેવાદિ તીર્થકરો, પુંડરીક વગેરે ગણધરો, ભરત તેમ જ આદિત્યયશસ્ વગેરે આઠ મહાનુભાવો કે જેઓ દર્પણમાં મુખ જોતાં કેવલી બન્યા. બાહુબલિ, સગર, સનકુમાર વગેરે ચક્રવર્તી, સુદર્શન શેઠ, બલરામ, મલ્લિનાથ દ્વારા પ્રતિબોધિત નૃપતિઓ તેમજ સ્કન્દક મુનિના શિષ્યો. બીજી ઢાલમાં દેવકીના સાત પુત્રોને, ત્રીજી ઢાલમાં આઠમા અંગમાં નિર્દેશેલા મુનિવરોને તથા શ્રેણિકની તેવીસ પત્નીઓને, ચોથી ઢાલમાં નવમા અંગમાં ઉલ્લેખાયેલા શ્રેણિકના પુત્રોને અને પિસ્તાળીસ પ્રત્યેક બુદ્ધોને, પાંચમી ઢાલમાં 1. આઠમી ઢાલની ત્રીજી કડીમાં સક્ઝાયા' એવો પ્રયોગ છે. 2. આ નામ મેં યોજ્યું છે. એ માટે મેં આઠમી ઢાલની ત્રીજી કડીનો ઉપયોગ કર્યો છે. 3. 13 + 10. 4. કાલીએ “રત્નાવલી નામની તપશ્ચર્યા અને બીજી ત્રણે અન્ય ત્રણ તપશ્ચર્યા કર્યાનો અને બાકીની છએ એક એક પ્રતિમા વહન કર્યાનો અહીં ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org