________________ પ્રકરણ 2 ચરિત્રો અને ધર્મકથા " છે આર્ષભીય-ચરિત - આ સંસ્કૃત પદ્યાત્મક કૃતિ સંપૂર્ણ રચાઈ હોય તોપણ હજી સુધી તો પૂરેપૂરી મળી આવી નથી. આ કૃતિમાં ઋષભદેવનું ચરિત્ર વિસ્તારથી અને મહાકાવ્યના લક્ષણને ચરિતાર્થ કરે તેવું યોજાયું છે. આજે મળી આવેલા અંશમાં પ્રથમના ત્રણ સર્ગ સંપૂર્ણ અને ચોથા સર્ગનો અમુક ભાગ છે. આમ જે આ હાથપોથીમાં ચાર સર્ગ છે તેમાં પદ્યની સંખ્યા ઈત્યાદિ નીચે મુજબ છે : સર્ગ પદ્યસંખ્યા પત્ર 1 1351 અ - 6 આ 2 136 6 અ - 10 આ 3 121 10 આ - 14 આ 4 66 14 આ - 18 અ પ્રથમ સર્ગમાં ઋષભદેવને ધર્મવિધિના પ્રવર્તક કહ્યા છે. પ્રથમ સર્ગમાં ભરતને કળા શિખવવાનું અને પુત્રોમાં રાજ્ય વહેંચી આપવાનું કાર્ય કરી ઋષભદેવે દીક્ષા લીધી એ વૃત્તાન્ત છે. દ્વિતીય સર્ગમાં ભરતના 98 ભાઈઓએ દીક્ષા લીધાની વાત છે. તૃતીય સર્ગમાં ભરતને સિધુ દેશમાંથી નવ નિધિ પ્રાપ્ત થયાની હકીકત અપાઈ છે અને ચક્ર આયુધશાળામાં નહીં પેસતું હોવાથી બાહુબલિ સાથે યુદ્ધ કરવાની ભરતને એના મંત્રીએ સલાહ આપ્યાનું કથન છે. ચોથા સર્ગમાં ભારતનો સુવેગ નામનો દૂત અપશુકન થવા છતાં બાહુબલિની રાજધાની તક્ષશિલામાં જાય છે. એ તક્ષશિલા'નું - ત્યાંની લેખશાળા નિશાળ) વગેરેનું હૃદયંગમ વર્ણન છે. એ દૂતને લોકો પૂછે છે કે તું કોણ છે ? એ કહે છે : હું ભરતનો દૂત છું. ભરત તે કોણ એમ લોકો પૂછે છે અને દૂત જવાબ આપે છે. 1. આની સત્તર પત્રની એક હાથપોથી મળે છે. એ કર્તાએ જાતે લખ્યાનું ન્યા. વ. મૃ.ના. આમુખ પૃ. ૮)માં ઉલ્લેખ છે. શરૂઆતનાં પત્ર 5 અ સુધીનાં તેમજ ત્યાર પછીનાં પત્રોમાં એકસરખા અક્ષર નથી એથી મને આ બાબત શંકા રહે છે. પ્રારંભમાં " નમ: | શ્રી નિનાય નમ: " એવો ઉલ્લેખ છે. આ હાથપોથી એકંદર શુદ્ધ હોઈ હડતાલ દ્વારા અશુદ્ધિ વગેરે દૂર કરાઈ હોઈ એ સંપાદન માટે પૂરતી છે. એમાં પત્ર 16 આ અને 17 આ કોરા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org